૪૦૦ કરોડના મહેલ જેવા ઘરમાં રહે છે ગૌતમ અદાણી, જાણો દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિની કહાની

ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ આ સમયે મુકેશ અંબાણી નહી પરંતુ ગૌતમ અદાણી છે. ગૌતમ અદાણી, અદાણી ગ્રુપના ચેરમેન છે. તેઓ દુનિયાના સૌથી સમૃદ્ધ લોકોની યાદીમાં પણ સામેલ છે. જણાવી દઈએ કે ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ ૨૦૨૩ ના રીપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ ૧૨૪.૫ બિલિયન ડોલર છે.

સંપત્તિની બાબતમાં ગૌતમ અદાણી ફ્રેંચ બિઝનેસમેન બર્નાર્ડ અર્નોલ્ટ અને એલોન મસ્કથી જ પાછળ છે. બર્નાર્ડ અર્નોલ્ટ દુનિયાના સૌથી સમૃદ્ધ અને મસ્ક દુનિયાના બીજા સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. ત્રીજા સ્થાન પર ગૌતમ અદાણી છે.

જણાવી દઈએ કે ગૌતમ અને તેમની સાથે જોડાયેલ દરેક વસ્તુ ખૂબ જ ખાસ છેઃ અપાર સંપત્તિના માલિક ગૌતમ અદાણીનો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. ગૌતમ અદાણી કુલ સાત ભાઈ- બહેન છે. ૧૮ વર્ષની નાની ઉંમરે અદાણી મુંબઈ આવ્યા હતા અને હીરાનો વ્યાપાર કરવા લાગ્યા. જો કે થોડા વર્ષો પછી પાછા અમદાવાદ જઈને ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ ૧૯૮૮ માં ગૌતમ અદાણીએ તેમની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ શરૂ કરી હતી. પછી તેમણે ક્યારેય પાછું વળીને નથી જોયું. તેમની અથાક મહેનતનું પરિણામ છે કે આજે તેઓ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે સુખ- સુવિધાની દરેક વસ્તુ હાજર છે. હાલમાં તેઓ અદાણી ગ્રુપના ચેરમેન અને સ્થાપક હોવાની સાથે અદાણી ફાઉન્ડેશનના ચેરમેન પણ છે.

ગૌતમ અદાણીના પત્નીનું નામ પ્રીતિ અદાણી છે. તેઓ એક ડેન્ટીસ્ટ છે અને બિઝનેસમાં પતિને સાથ પણ આપે છે. ગૌતમ અને પ્રીતિ અદાણીના બે પુત્રો છે. તેમના પુત્રોના નામ જીત અદાણી અને કર્ણ અદાણી છે.

ગૌતમ અદાણી તેમના પરિવાર સાથે અમદાવાદમાં એક વૈભવી ઘરમાં રહે છે. અદાણીના ઘરની કિંમત તમારા હોશ ઉડાવી દેશે. તેમના ઘરની કિંમત ૪૦૦ કરોડ રૂપિયા છે.

શાંતિવન, કર્ણાવતી ક્લબ રોડ, અમદાવાદ, ગુજરાત, ભારત આ અમદાવાદમાં અદાણીના ઘરનું સરનામું છે. ગૌતમ અદાણીનું આ ખૂબ જ આલીશાન ઘર ૨૫૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. ગૌતમ અદાણીની કંપનીનું હેડક્વાર્ટર પણ અદાણી શાંતિગ્રામમાં છે જે કોઈ ફાઈવ સ્ટાર હોટલ કરતાં પણ શાનદાર છે.

અમદાવાદ સિવાય ગૌતમ અદાણી પાસે દિલ્હીમાં પણ કરોડોની કિંમતનું ઘર છે. જો કે એ જાણી શકાયું નથી કે તેમની પાસે કુલ કેટલા ઘર છે. તેમની પાસે દેશ- વિદેશમાં અબજો રૂપિયાની સંપત્તિ છે.

અદાણી પાસે પોતાના ત્રણ પ્રાઈવેટ જેટ છેઃ અદાણી પાસે એક પ્રાઈવેટ જેટ નથી પરંતુ પોતાના ત્રણ પ્રાઈવેટ જેટ છે. તેમની પાસે બીકક્રાફ્ટ, એક હોકર અને બોમ્બાર્ડિયર છે. તેમાંથી દરેકની કિંમત અબજોમાં છે.