ભાગ્ય ચમકાવવામાં અસરકારક છે આ ઝાડના પાંદડા, પ્રગતિની સાથે થાય છે ધન લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં બંધ ભાગ્યને ખોલવા માટે ઘણા પ્રકારના ઉપાયો જણાવ્યા છે. તે ઉપાયોને જો સાચી રીતે કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને પ્રગતિના નવા માર્ગ ખુલે છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના વૃક્ષ- છોડને શુભ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે.

ઘણા વૃક્ષ- છોડને વાસ્તુ શાસ્ત્રમાં લગાવવા શુભ જણાવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના ઘણા મહત્વ છે. તુલસીની જેમ પીપળના ઝાડને પણ ઘણું શુભ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ઘણા પ્રકારના દોષ સમાપ્ત થાય છે. આજે અમે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ પીપળના પાંદડાથી કરવામાં આવતા ઉપાયો વિશે વાત કરીશું.

ધનલાભ: મંગળવારના દિવસે કોઈ પણ મંદિરની બહાર લાગેલ પીપળના પાંદડા તોડીને ઘરે લઇ આવો. તેને ગંગાજળથી ધોઈને તેમાં એક ચુટકી હળદર ઉમેરીને સાત દિવસ માતાજીના ચરણોમાં રાખો. ત્યાર પછી તે પાંદડાને ધોઈને તિજોરી અથવા લોકરમાં રાખો. તેમ કરવાથી ધનલાભના યોગ બને છે અને આર્થિક તંગી દૂર થાય છે.

નોકરી: નોકરીની તપાસ કરી રહ્યા છો અને ઘણા પ્રયાસો પછી પણ નોકરી નથી મળી રહી તો તેના માટે પીપળના ઝાડાના પાંદડાથી ઉપાય કરી શકાય છે. મંગળવારના દિવસે પીપળના અગિયાર પાંદડા લો. તેના પર ચંદનથી શ્રી લખો અને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી દો. તેમ કરવાથી નોકરી મળવાની સંભાવના વધી જાય છે.

દેણું: મંગળવારના દિવસે પીપળના પાંદડામાં પીળું સિંદૂર અને ચમેલીનું તેલ હનુમાનજીને અર્પણ કરી દો. ત્યાર પછી આ સિંદૂરથી તિલક લગાવો. તેમ કરવાથી દેવાથી છુટકારો મળી જાય છે.

ધન નુકસાન: મંગળવાર અને શનિવારના દિવસે પીપળના પાંદડામાં ચંદનથી દેવી લક્ષ્મીજીનું નામ લખો. તેને મંદિરમાં એક અઠવાડિયા સુધી રાખો. ત્યાર પછી તે પાંદડાને તમારી તિજોરીમાં મૂકી દો. તેમ કરવાથી ધન નુકસાનની સમસ્યાથી છુટકારો મળી જાય છે.  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)