ચૈત્ર માસમાં ઘરે લઇ આવો આ નાનકડી વસ્તુ, ૧૦૦ ગણી સ્પીડથી વધશે પૈસા!

RELIGIOUS

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં ભાગ્ય તેનો સાથ આપે પરંતુ કેટલીકવાર નસીબના અભાવને કારણે વ્યક્તિ કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરી નથી શકતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનાનું પોતાનું મહત્વ હોય છે અને કહેવાય છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી સૌભાગ્ય મળી શકે છે. વાસ્તુ અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓ રાખવાથી શુભ ફળ મળે છે. ચૈત્ર મહિનો ૨૨ માર્ચથી શરુ થઇ રહ્યો છે.

મોર પીંછ: ઘરમાં મોર પીંછ રાખવું શુભ માનવામાં આવે છે. મોરનાં પીંછાને માત્ર જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ નહીં પરંતુ વાસ્તુ અનુસાર પણ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મોર પીંછ તમારા તમામ વાસ્તુ દોષોને દૂર કરે છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે મોરનું પીંછું ખરીદવું ન જોઈએ, પરંતુ તે એવું હોવું જોઈએ કે મોર પોતે તેને પાડેલું હોય. બીજી બાજુ મૃત મોરનું પીંછું ઘરે લાવવાથી સૌભાગ્ય નહીં, પરંતુ દુર્ભાગ્ય આવે છે.

ચાંદીનો સિક્કોઃ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચાંદીનો સિક્કો રાખવામાં આવે છે. જો તમે પણ માં લક્ષ્મીની કૃપા રાખવા માંગતા હોવ તો સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચાંદી ખરીદવી ભાગ્યશાળી માનવામાં આવે છે. ચૈત્ર માસમાં કોઈપણ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચાંદીનો સિક્કો ઘરે લાવો અને પછી ચમત્કાર જુઓ. આર્થિક તંગી થોડી જ વારમાં દૂર થઈ જશે.

શંખઃ હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં પૂજા સ્થાન પર શંખ રાખવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આરતીના સમયે શંખ વગાડવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેમજ આર્થિક તંગી દૂર થાય છે. તેના કારણે વ્યક્તિના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થાય છે.

પોપટનો ફોટો કે ચિત્રઃ શાસ્ત્રોમાં પોપટને બુદ્ધિશાળી અને જ્ઞાની પક્ષી માનવામાં આવ્યો છે. કહેવાય છે કે પોપટની શીખવાની ક્ષમતા ખૂબ જ ઝડપી હોય છે. તેનું વિશેષ મહત્વ વાસ્તુ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે.

જો તમે ઘરમાં પોપટ ન રાખી શકો તો ઘરમાં પોપટની પ્રતિમા કે ચિત્ર લગાવવાથી બાળકોને અભ્યાસમાં રસ વધશે. દુ:ખ, ગરીબી, રોગ વગેરે પણ ઘરમાંથી દૂર જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *