હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ વર્ષે ચૈત્ર મહિનામાં પંચ રાજયોગ બની રહ્યા છે, જે તમામ રાશિઓ માટે શુભ સાબિત થશે. ચૈત્ર મહિનામાં આવતી વાસંતેય નવરાત્રી ચૈત્ર નવરાત્રીનો આ વખતે પાંચ ગ્રહોની મહાપંચાયત સાથે પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે હિન્દુ નવા વર્ષની શરૂઆત થશે.
આવા વિશિષ્ટ સંયોગમાં ગ્રહોના રાજા સૂર્ય દેવ, ચંદ્ર, ગુરુ, બુધ અને નેપ્ચ્યુન એકસાથે મીન રાશિમાં બિરાજમાન છે, આ ગ્રહોનો સંયોગ જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવે છે. જેની સીધી દ્રષ્ટિ કન્યા રાશિ પર રહેશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિને પાંચ ગ્રહોના સંયોગથી વિશેષ લાભ થશે.
રાશિઓ પર વિશેષ અસરઃ મિથુન- મીન રાશિમાં બનેલા ગ્રહોના યોગથી મિથુન રાશિના લોકોને લાભ થશે. કરિયરની દ્રષ્ટિએ તમને કેટલીક નવી તકો મળી શકે છે અને માતાજીના વિશેષ આશીર્વાદ વેપાર અથવા વ્યવસાયમાં પણ જોવા મળશે. આ દરમિયાન તમારા ઘર અને પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. પરસ્પર સંબંધો મધુર રહેશે, પ્રિય વ્યક્તિ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
કર્કઃ કર્ક રાશિના જાતકોને ગ્રહોની મહાપંચાયતની શુભ અસરો જોવા મળશે. તેની અસરથી તમને નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે અને સાથે જ તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. ભાઈ- બહેનનો પૂરો સહયોગ મળશે. જો દંપતી સાથે મળીને માતાજીની પૂજા કરે છે અને ભોગ ચઢાવે છે, તો આર્થિક સ્થિતિ સારી રહેશે અને ભાગ્ય તમારો સાથ આપશે.
કન્યા: કન્યા રાશિના જાતકોને ગ્રહોની મહાપંચાયતના પ્રભાવથી આર્થિક બાબતોમાં વિશેષ લાભ મળવાની આશા છે. આ નવરાત્રિમાં તમે પ્રોપર્ટી કે ઘર ખરીદી શકો છો. કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે. જે કામ તમે લાંબા સમયથી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થઈ શકે છે. આ સમય દરમિયાન મહિલાઓ સોનું ખરીદી શકે છે.
મીન: ગુરુની રાશિ મીન રાશિને માતાજીની કૃપા મળવાની છે અને તમારી ખુશીઓમાં વધારો થશે. પૈસાનું રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે અને તમને ભવિષ્યમાં લાભ મળવાની સંભાવના છે, તમે આ સમયે તમારી કારકિર્દીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો અને આ નિર્ણય તમારા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)