ચૈત્ર નવરાત્રિ પર બની રહ્યો છે શુભ સંયોગ, ચાર રાશિના ખુલશે કિસ્મતના તાળા.. સમય રહેશે શાનદાર

RELIGIOUS

હિંદુ પંચાંગ અનુસાર ૨૨ મી માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે નવરાત્રિ પર્વ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિવસોમાં એક જ રાશિમાં પાંચ ગ્રહોનો સંયોગ છે, જેના કારણે ઘણા મહાન યોગ પણ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ બૃહસ્પતિ સિવાય મીન રાશિમાં બુધ, સૂર્ય, ચંદ્ર તેમજ નેપ્ચ્યુન ગ્રહ હશે.

આ દિવસોમાં સૂર્ય- બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બને છે, ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બને છે, તેની સાથે ગુરુ મીન રાશિમાં કેન્દ્રમાં હોવાથી હંસ રાજયોગ બને છે, જેને પંચમહાપુરુષ યોગ માનવામાં આવે છે. જેની અસર તમામ રાશિ પર જોવા મળશે પરંતુ આ રાશિના લોકોને કેટલીક ખાસ અસર અને લાભ મળશે, તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મિથુન: મીન રાશિમાં ગ્રહોના સંયોગ અને યોગોની રચનાના કારણે મિથુન રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. માતાજીની કૃપાથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે. આ દરમિયાન તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

કર્ક: ગ્રહોની યુતિને કારણે કર્ક રાશિના જીવનમાં ખુશીના ચાર ચાંદ લાગશે, આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે. માતાજીની પૂજા કરવાથી નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

કન્યા: આ રાશિના જાતકોને પણ ચૈત્ર નવરાત્રિમાં ગ્રહોના સંયોગથી લાભ મળશે. જો તમે વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે શુભ સાબિત થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે, સાથે જ અધિકારીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે. તેના આધારે તમે ઇન્ક્રીમેન્ટ પણ મેળવી શકો છો.

વૃશ્ચિક રાશિના લોકો માટે આ નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે. આ દરમિયાન તમારું અંગત અને વ્યાવસાયિક જીવન ઘણું સારું રહેશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળવાની છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *