આ પાંચ જગ્યાઓ પર ક્યારેય ના રોકાવું, જીવનમાં આવી શકે છે આ મુશ્કેલીઓ

ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાઓ જેમ કે અંગત જીવન, નોકરી, વ્યવસાય, સંબંધો, મિત્રતા, દુશ્મન વગેરે પર તેમના મંતવ્યો જણાવ્યા છે. ચાણક્ય કહે છે કે જો આપણને માનવજીવન મળ્યું છે તો તેને સાર્થક બનાવવું જોઈએ. દરેક વ્યક્તિની પ્રગતિ તે કયા પ્રકારની જગ્યાએ રહે છે તેના પર નિર્ભર કરે છે.

ચાણક્યએ કહ્યું છે કે જો લોકો વિચાર્યા વિના કોઈપણ જગ્યાએ સ્થાયી થાય છે, તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. ચાણક્ય અનુસાર, આ પાંચ સ્થાનો પર એક દિવસ પણ ના રહેવું જોઈએ. यस्मिन देशे न सम्मानो न वृत्तिर्न च बांधव:। न च विद्यागमोऽप्यस्ति वासस्तत्र न कारयेत्।

આદરઃ ચાણક્યની નીતિ અનુસાર, વ્યક્તિએ ક્યારેય એવી જગ્યાએ ના રહેવું જોઈએ જ્યાં કોઈ આદર કે માન ના કરતું હોય. વ્યક્તિને પ્રતિષ્ઠા મેળવવામાં ઘણા વર્ષો લાગે છે. જ્યાં તમારો અનાદર થાય છે તે જગ્યાએ વ્યક્તિ માટે રહેવા લાયક જગ્યા ના હોઈ શકે. તેનાથી તેની ઈમેજ ખરાબ થઈ શકે છે.

સંબંધીઓ: ચાણક્યએ શ્લોકો દ્વારા કહ્યું છે કે જ્યાં તમારું કોઈ સંબંધી કે કોઈ મિત્ર ના હોય તે સ્થાન તરત જ છોડી દેવું જોઈએ કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ જ તમારી સાથે ઊભા રહે છે. તેથી એવી જગ્યાએ રહો જ્યાં તમારા શુભચિંતકો વધારે વસતા હોય.

રોજગાર: આજીવિકા માટે રોજગાર જરૂરી હોય છે, જ્યાં પૈસા કમાવવાના સાધનો ઉપલબ્ધ ના હોય ત્યાંથી દૂર જવું વધુ સારું રહે છે કારણ કે સારા ભવિષ્ય માટે ધનની જરૂરિયાત હોવું પણ ખુબજ અગત્યનું ગણવામાં આવે છે.

શિક્ષણ: ચાણક્ય નીતિ અનુસાર, જ્યાં શિક્ષણને મહત્વ ના આપવામાં આવતું હોય, શિક્ષણના સાધનોનો અભાવ હોય ત્યાં રહેવું નકામું જ ગણાય છે કારણ કે જ્ઞાન વિના જીવન અધૂરું ગણવામાં આવે છે. તેવી જગ્યાએ બાળકોનું જીવન પણ પ્રભાવિત થાય છે.

ગુણો: સમય સાથે માનસિક વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ભણવાથી જ બુદ્ધિ વધે છે. જ્યાં તમારી પાસે શીખવા માટે કંઈ જ ના હોય તે સ્થાન છોડવું વધુ સારું રહે છે કારણ કે તે તમારા વિકાસને રોકી શકે છે અને તમે બાકીના કરતા પાછળ રહી શકો છો.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત હોય છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.