હું મંગળ ગ્રહથી આવ્યો છું, ધરતી ખત્મ થવાની છે, બાળકની આ ભવિષ્યવાણીએ મચાવ્યો છે ખળભળાટ

આ દુનિયા બહુ મોટી છે. પૃથ્વી સિવાય અવકાશમાં બીજા પણ ઘણા ગ્રહો છે. તેવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતો હોય છે કે શું અન્ય ગ્રહો પર જીવન છે? અત્યાર સુધીના અભ્યાસમાં આવી કોઈ વાત સાબિત નથી થઇ. જો કે ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ એલિયન હોવાના દાવા કરવામાં આવતા હોય છે.

કેટલીકવાર આપણને અસ્પષ્ટ ચિત્ર કે વિડિયો બતાવવામાં આવતા હોય છે જે એલિયન્સ હોવાનો દાવો કરાતો છે. પરંતુ તે એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં હોય છે કે નહીં તે હજુ પણ એક રહસ્ય બનેલું છે. માણસોને બચાવવા મંગળ પરથી પૃથ્વી પર આવ્યો છું: આ બધાની વચ્ચે રશિયાના વોલ્ગોગ્રાડમાં રહેતા એક છોકરાએ ખૂબ જ આશ્ચર્યજનક દાવો કર્યો છે.

આ છોકરો કહે છે કે તે પહેલા મંગળ પર રહેતો હતો અને મનુષ્યોને બચાવવા પૃથ્વી પર આવ્યો છે. આ છે તેનો પુનર્જન્મ: બાળકનું નામ બોરિસ્કા કિપ્રિયાનોવિચ છે. જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે ૨૦૦૭ ના એક વીડિયોમાં તેણે પૃથ્વીને બચાવવાની ચેતવણી આપી હતી. પરમાણુ યુદ્ધથી ખત્મ થઇ શકે છે પૃથ્વી: બોરિસ્કાએ કહ્યું કે હજારો વર્ષ પહેલા પરમાણુ સંઘર્ષને કારણે, તેનો એલિયન સમુદાય સમાપ્ત થઈ ગયો હતો.

હવે તેને ડર છે કે પૃથ્વી પણ એ જ દિશામાં આગળ વધી રહી છે. જો કે, જ્યારે બાળકની માતાને આ બધી બાબતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેને પૃથ્વી વિશે કરવામાં આવેલી આગાહીઓ વિશે કોઈ જાણકારી નથી. મીડિયામાં આ બાળકનું નામ ‘ધ બોય ફ્રોમ માર્સ’ પણ રાખવામાં આવ્યું છે.

‘સ્ફિન્ક્સ’નું કહ્યું રહસ્ય: બોરિસ્કાએ એ પણ કહ્યું કે મિસ્ત્રના એક મહાન સ્ફિન્ક્સમાં એક રહસ્ય છે. જો તેનો પર્દાફાશ થશે, તો પૃથ્વી પરનું જીવન હંમેશ માટે બદલાઈ જશે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પ્રજાતિઓ મંગળવાસીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. બોરિસ્કાના જણાવ્યા મુજબ પાછલા જન્મમાં તે મંગળ પર એક પાઇલટ હતો. તેણે પોતાનું નામ ઈન્ડિગો ચાઈલ્ડ રાખ્યું છે. તેણે કહ્યું કે જ્યારે ગીઝાના રહસ્યો બધાની સામે ખુલશે ત્યારે પૃથ્વી પર જીવન પહેલા જેવું નહીં રહે.

મંગળ પર ૩૫ વર્ષ પછી નથી વધતી ઉંમર: બોરિસ્કા દાવો કરે છે કે તે મંગળ ગ્રહ પર એક ફાઇટર પાઇલટ હતો. તેણે પોતાના ગ્રહને બચાવવા માટે ઘણી લડાઈઓ લડી હતી. તેણે એમ પણ કહ્યું કે મંગળ પર 35 વર્ષ પછી ઉંમર વધતી નથી. મંગળવાસીઓ ખૂબ ઊંચા, તકનીકી રીતે ઝડપી અને વિજ્ઞાનમાં ખુબ જ આગળ છે.

તેણે વધુમાં કહ્યું કે હું તેને હજુ પણ યાદ કરું છું. હું ૧૪ કે ૧૫ વર્ષનો હતો. માર્ટીયન દરરોજ અમારા પર હુમલો કરતા હતા. આવી સ્થિતિમાં, આ યુદ્ધના કારણે, મારે હંમેશા એક મિત્ર સાથે હવાઈ હુમલામાં જોડાવું પડતું હતું. બાય ધ વે, આ વિચિત્ર દાવા કરતા છોકરા વિશે તમારો શું અભિપ્રાય છે?