ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજી ભગવાન શિવનો એક અવતાર છે. વળી, એવું પણ માનવામાં આવે છે કે કળિયુગમાં હનુમાનજી હાજરાહજૂર છે. જેના લીધે તેઓ ભક્તોના દુઃખોનો બહુ જલદી સાંભળી છે. આ જ કારણ છે કે દેશભરમાં હનુમાન જીનાં એવા ઘણાં પ્રખ્યાત મંદિરો છે, જ્યાં તેઓનાં આકર્ષક સ્વરૂપોનાં દર્શન થાય છે.
પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં એક દિવસમાં ત્રણ વખત મૂર્તિ તેનું સ્વરૂપ બદલી નાખે છે. જો ના, તો આજે અમે તમને આવા જ એક પ્રાચીન અને આશ્ચર્યજનક હનુમાન મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મૂર્તિ સ્વયંભૂ રૂપે બદલાય છે અને તે 24 કલાકમાં ત્રણ વખત પોતાનું સ્વરૂપ બદલી નાખે છે.
હકીકતમાં મધ્ય પ્રદેશના માંડલા જિલ્લાથી 3 કિલોમીટર દૂર પૂર્વા ગામની નજીક સૂરજકુંડ તરીકે એક સ્થળ છે. આ ગામ નર્મદા નદીના કાંઠે વસેલું છે. અહી એક હનુમાન જીનું મંદિર છે, જ્યાં હજારો લોકો દર્શન કરવા આવે છે. તેનું કારણ એ છે કે આ મંદિરમાં સ્થાપિત હનુમાન જીની પ્રતિમા 24 કલાકમાં ત્રણ વખત તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે.
આ હનુમાન મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, સવારે 4 થી 10 દરમિયાન મંદિરમાં સ્થાપિત મૂર્તિ બાળ રૂપમાં, સવારે 10 થી સાંજના 6 સુધી, યુવા સ્વરૂપમાં હોય છે, અને સાંજ 6 વાગ્યાથી આખી રાત વૃધ્ધ સ્વરૂપમાં હોય છે. પૂજારીની સાથે, સ્થાનિક લોકો પણ માને છે કે આ ઘટના સંપૂર્ણ સ્વાભાવિક છે પંરતુ પાછળનું કારણ અથવા વાર્તા શું છે, તે હજી એક રહસ્ય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર સૂર્યદેવ અહીં નર્મદા નદીના કાંઠે તપસ્યા કરતા હતા. જેના લીધે ભગવાન સૂર્યની તપસ્યામાં ખલેલ પહોંચે નહીં, તે માટે તેમનો શિષ્ય હનુમાન અહીં રક્ષા કરતો હતો. ભગવાન સૂર્યની તપસ્યા પૂર્ણ થતાંની સાથે જ સૂર્યદેવ તેમની દુનિયા તરફ જવા લાગ્યા અને તેઓએ હનુમાનને અહીં રોકાવાનું કહ્યું હતું. આ પછી હનુમાન જી મૂર્તિ બનીને અહીં રોકાઈ ગયા છે.