આ પાંચ કાર્યો પર પૈસા ખર્ચ કરવામાં ક્યારેય ના કરો સંકોચ, મળશે છે અમુલ્ય પુણ્ય ફળ, ધન- સંપત્તિથી ભરાઈ જાય છે ઘર

દરેક વ્યક્તિ તેના ભવિષ્યની આશંકાઓથી બચવા માટે પૈસાની બચત કરવાના પ્રયાસ કરે છે. તે પૈસા તેમને ભવિષ્યમાં થનારા કોઈ મોટા નુકસાનથી બચાવી લે છે. મોટા વડીલો પણ પૈસાની બચત વિશે કહેતા હોય છે. જોકે જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો કેટલાક કામ એવા છે, જેમના પર પૈસા ખર્ચ કરવા માટે વ્યક્તિએ ક્યારેય પાછું ના પડવું જોઈએ.

તેવા કામોમાં ખર્ચ કરવાથી વ્યક્તિની બચત ઓછી થતી નથી પરંતુ પહેલાની સરખામણીમાં વધતી જાય છે. માં લક્ષ્મીજી પણ તેવા કાર્યોથી પ્રસન્ન થઈને જાતકો પર તેમની કૃપા વરસાવે છે અને તેમનું ઘર ધન- દોલતથી ભરી દે છે. ચાલો જાણીએ તે સારા કામો વિશે

જરૂરિયાતમંદની મદદ કરો: માનવ જીવનમાં ઉતાર- ચડાવ હંમેશા બની રહે છે. કોઈ ક્ષણે તમે અમીર હોય અને ક્યારેય ગરીબી પાછી ઘરે લાવે. તેવું કોઈ એક સાથે નહિ પરંતુ દરેક વ્યક્તિ સાથે થાય છે. તેવામાં આપણે કોઈ મુશ્કેલીમાં પડેલ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાના પાછા પડવું જોઈએ નહી.

વાસ્તવમાં તેનાથી મોટું કોઈ પુણ્ય હોતું નથી. તેવું કરવાથી સમાજમાં માન- સન્માન મળશે. તેમજ જરૂરિયાતમંદની અમૂલ્ય દુવા મળશે. જેનાથી પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થશે.

ધાર્મિક સ્થળે કરો દાન: મંદિરોને ભગવાનનું ઘર કહેવામાં આવે છે. જ્યાં તેઓ વિભિન્ન રૂપે બિરાજમાન રહે છે. તમારે તેવા ધર્મ સ્થળો માટે દાન અને સેવા કરવામાં ક્યારેય પાછા પડવું જોઈએ નહી. તેવી જગ્યોએ કરેલા દાનથી પરલોક સુધરે છે અને જન્મ- જન્મના બંધનમાંથી મુક્તિ મળે છે.

તમે મંદિરોમાં મૂર્તિ સ્થાપના, ભજન કીર્તન કે ભંડારા માટે પણ તમારી ક્ષમતા અનુસાર દાન કરી શકો છો. તેવા પ્રકારના દાનથી મનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

સામાજિક કાર્યોમાં કરો સહયોગ: માનવ એક સામાજિક પ્રાણી છે. તેનું અસ્તિત્વ તેજ સમાજથી છે. સમાજ વગર તે કશું નથી. તેથી તેને સામાજિક કાર્યોમાં ઉત્સાહ સાથે ભાગ લેવો જોઈએ. જ્યાં તેને ક્યાંય પણ ધર્મશાળા, સ્કૂલ અથવા દવાખાનું બનાવામાં સહયોગ આપવાની તક મળે, ત્યાં તેને ઉત્સાહ સાથે ભાગ લેવો જોઈએ. તેને તેવી જગ્યાએ તેની યથા શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. તેવામાં સામજિક કાર્યોમાં ભાગ લેવાથી પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને આશીર્વાદ મળે છે.

બહેનોની કરો મદદ: દુનિયાભરમાં ભાઈ- બહેનના સંબંધને ખૂબ જ મધુર માનવામાં આવે છે. ભારતમાં રક્ષાબંધન અને ભાઈ બીજ જેવા તહેવારો આ સંબંધને મહત્વ આપવા માટે કરવામાં આવે છે. આપણા દેશમાં પિતાની મિલકત પર બહેનનો સમાન અધિકાર હોય છે. તેના છતાં તેઓ ઘણીવાર મિલકતમાં ભાગ માંગતી નથી.

તે તેમના ભાઈઓ પ્રત્યે તેમનો સ્નેહ છે. તેવામાં ભાઈની જવાબદારી છે કે તે તેની બહેનના દરેક દુખ- તકલીફનું ધ્યાન રાખે અને સમયસર બહેનને કહ્યા વગર તેને આર્થિક મદદ કરતો રહે. બહેનને આ પ્રકારની કરેલી મદદ ભાઈઓ માટે પ્રગતિના નવા દરવાજા ખોલી દે છે અને તેમનું ઘર ખુશીઓથી  ભરાઈ જાય છે.

બિમારની મદદ કરો: કોઈ બીમાર વ્યક્તિ અથવા વૃદ્ધ વ્યક્તિની મદદ કરવા જેવું પુણ્યનું કામ છે, જેની દુનિયામાં કોઈ કીમત નથી. તેવા લોકોને કહ્યા વગર તેમની સેવા સાથે પૈસાની પણ મદદ કરી દેવી જોઈએ. તમારી આ મદદથી કોઈ બીમાર વ્યક્તિને નવું જીવન મળી શકે છે અને તેના પરિવારમાં નવી ખુશીઓ આવી શકે છે. કોઈનું જીવન બચાવા જેવું મોટું પુણ્ય બીજું કોઈ નથી. તેવી પ્રત્યેક મદદ જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. તેથી આવા ચાન્સ ક્યારેય તમારા હાથમાંથી જવા ના દો.