આ પાંચ પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરશો તો ચમકશે ભાગ્ય, પુરુષો રાખે ધ્યાન

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જીવનની કઠોર વાસ્તવિકતા વિશે વિસ્તારથી સમજાવ્યું છે. આચાર્ય ચાણક્યના વિચારો તમને કડવા લાગશે પરંતુ તે સાચા છે. ચાણક્ય નીતિના શબ્દો જીવનની દરેક કસોટી પર ખરા ઉતરે છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ પત્ની, મિત્ર, પિતા જેવા અનેક સંબંધો વિશે વાત કરી છે.

ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય એ પણ જણાવ્યું છે કે કેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. પત્ની કેવી હોવી જોઈએ. ચાલો જાણીએ કે ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ કઈ પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા વિશે જણાવ્યું છે.

ગુણવાન સ્ત્રી: ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રી ગુણવાન હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. પુરુષે લગ્ન માટે માત્ર સુંદર સ્ત્રીની પાછળ ના દોડવું જોઈએ. જો સ્ત્રી સુંદર છે અને ગુણવાન નથી તો તે તમારો સાથ મુશ્કેલીના સમયે છોડી દેશે અને તમે એકલા પડી જશો. ગુણવાન સ્ત્રી મુશ્કેલ સમયમાં પણ પતિનો સાથ નથી છોડતી.

ધર્મ- કર્મમાં વિશ્વાસ કરતી સ્ત્રી: આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે પુરુષે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ જે ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે. જો સ્ત્રી ધાર્મિક ના હોય તો આવનારી પેઢીમાં પણ તેનો અભાવ હોઈ શકે છે. જો તે ધર્મ- કર્મમાં નથી માનતી તો તે બાળકોને સમાન શિક્ષણ આપશે. તેથી ધાર્મિક કર્મવાળી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ.

વિનમ્ર સ્ત્રી: ચાણક્ય નીતિ અનુસાર લગ્ન માટે પુરુષે યોગ્ય સ્ત્રીની પસંદગી કરવી જોઈએ. મર્યાદામાં રહેતી સ્ત્રી તેના પતિનું સન્માન જાળવે છે. વિનમ્ર સ્ત્રીના પતિનું માથું ક્યારેય શરમથી નથી ઝૂકતું.

ગુસ્સાને નિયંત્રણમાં રાખતી સ્ત્રી: આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે જો કોઈ સ્ત્રી તેના ગુસ્સાને કેવી રીતે નિયંત્રણ કરવું તે જાણે છે તો તે લગ્ન કરવા માટે લાયક છે. ક્રોધ એ માણસનો સૌથી ખરાબ દુશ્મન છે. જે સ્ત્રીના માથા પર હંમેશા ગુસ્સો હોય છે તે પોતાના પરિવારને ક્યારેય ખુશ રાખી નથી શકતી.

સ્ત્રીની મરજી વગર ના કરવા લગ્ન: ચાણક્ય નીતિ અનુસાર તમારે તે સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ જે તમારી સાથે લગ્ન કરવા તૈયાર હોય. એવી સ્ત્રી પોતાના પતિને ખુશ રાખે છે અને સન્માન આપે છે. જો તમે સ્ત્રીની સંમતિ વિના તેમની સાથે લગ્ન કરો છો તો તે જીવનને નરક બનાવી દે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)