કેવી રીતે પડ્યું ગણપતિનું એકદંત નામ? જાણો કોણે તોડ્યો હતો બાપ્પાનો એક દાંત

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દસ દિવસીય એટલે કે અનંત ચતુર્થી ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવશે. બુદ્ધી અને સિદ્ધીના દેવતા ગણપતિજીની આરાધનાથી જ્ઞાન, સુખ- સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે. વિઘ્નહર્તા, ગજાનંદ, લંબોધર, એકાક્ષર, એકદંત જેવા ભગવાન ગણેશજીને અનેક નામથી બોલાવવામાં આવે છે.

શું તમે જાણો છો કે ગણપતિજીનો એક દાંત કેમ તૂટેલો છે? કઈ રીતે તેઓ એકદંત કહેવાયા? કોણે તોડયો તેમનો એક દાંત? આવો જાણીએ ગણપતિજીને એકદંત બનવાની રોચક કથા.

ગણપતિજી કેવી રીતે બન્યા એકદંત: ગણપતિજીના એક દાંત તૂટવાની કથા ખુબ પ્રખ્યાત છે. શિવ પુરાણ અનુસાર એક વખત મહાદેવના પરમ ભક્ત પરશુરામ તેમને મળવા કૈલાશ પહોંચ્યા. ભોળાનાથ તપસ્યામાં લીન હતા તો ભગવાન ગણેશજીએ પરશુરામજીને શિવજીને મળવાથી રોક્યા હતા.

પરશુરામજીએ શિવજીને મળવા દેવા માટે ગણપતિજીને ખુબ વિનંતી કરી પરંતુ તેઓ ના માન્યા. પરશુરામજી ક્રોધિત થઈ બેસ્યા તેના પછી ગણેશજી અને પરશુરામજી વચ્ચે યુદ્ધ શરુ થઈ ગયું.

તૂટેલા દાંતથી લખી મહાભારત: યુદ્ધના સમયે પરશુરામજીની કુહાડીથી એક દાંત તૂટી ગયો હતો. ભગવાન ગણેશજી પીડાથી તડપી ઉઠયા. ગણપતિજીની પીડા જોઈને માં પાર્વતીજી પરશુરામજી પર ક્રોધિત થઈ ગયા. પછી પરશુરામજીએ દેવી પાર્વતીજી પાસે માફી માંગી અને બાપ્પાને તેમની શક્તિથી, બળ, અને ગણાય પ્રદાન કર્યું.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશજીને પોતાના આજ તૂટેલા દાંતથી મહર્ષિ દેવવ્યાસ દ્વારા ઉચ્ચારિત મહાભારત લખી હતી. કહેવાય છે કે ગણપતિજીની પૂજામાં ઘી અર્પિત કરવું જોઈએ.