હરભજને મુંબઈના જે એપાર્ટમેન્ટને વેચ્યો છે તેની ખાસિયત જાણીને ચોંકી જશો તમે

ભારતના પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહે મુંબઈમાં તેમનો અંધેરીવાળો એપાર્ટમેન્ટ વેચી દીધો છે. હરભજન સિંહનો આ એપાર્ટમેન્ટ ખૂબ જ સુંદર હતો. આ એપાર્ટમેન્ટ આજથી ૪ વર્ષ પહેલા ૨૦૧૭ માં ભજ્જીએ ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટ વિશે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જે ૨૦૧૭ માં ખરીદવામાં આવ્યો હતો અને આ વર્ષે નવેમ્બરમાં વેચાયો છે.

ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે મુંબઈમાં પોતાનો આલીશાન એપાર્ટમેન્ટ વેચી દીધું છે. તમને જણાવી દઈએ કે ભજ્જીના નામથી પ્રખ્યાત હરભજન સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે ઈનિંગ રમી હતી. આ એપાર્ટમેન્ટ ભજ્જીએ ચાર વર્ષ પહેલા ૨૦૧૭ માં ખરીદ્યો હતો ત્યારે આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત સાડા ૧૪ કરોડ હતી.

એપાર્ટમેન્ટ વેચવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તમને જાણકારી હોવી જોઈએ કે મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ ખરીદવા અને વેચવાની પણ એક અલગ મજા હોય છે. એપાર્ટમેન્ટમાં રોકાયેલા પૈસા ક્યારેક એટલો નફો આપી જતા હોય છે કે જે સામાન્ય રીતે શ્રેષ્ઠ બેંકો પણ વ્યાજ આપી નથી શકતી.

દેશ છેલ્લા ઘણા મહિનાઓથી મહામારી સામે લડી રહ્યો હતો, તે દરમિયાન લોકોના ખિસ્સા ઢીલા થઈ ગયા હતા. આવકનો કોઈ સ્ત્રોત બચ્યો નહોતો પરંતુ તે જ સમયે હરભજનની બિલ્ડિંગમાં રોકાયેલા પૈસા સતત વધી રહ્યા હતા. તેને તમે આ વાત પરથી સમજો. ૨૦૧૭ માં હરભજને આ એપાર્ટમેન્ટ ૧૪.૫ કરોડમાં ખરીદ્યો હતો પરંતુ માત્ર ચાર વર્ષ પછી ૨૦૨૧ માં ભજ્જીએ તેને સાડા 17 કરોડમાં વેચી દીધો એટલે કે ચાર વર્ષમાં ત્રણ કરોડનો નફો.

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ-સ્પિનરે મુંબઈના અંધેરી ખાતેનો તેમનો આલીશાન એપાર્ટમેન્ટ જેબીસી ઈન્ટરનેશનલને વેચી દીધો છે. હરભજન સિંહે પોતાનો એપાર્ટમેન્ટ JBC ઈન્ટરનેશનલને ૧૭ કરોડ ૫૮ લાખ રૂપિયામાં વેચી દીધો છે. હરભજનના એપાર્ટમેન્ટ વેચવાનો આ ખુલાસો મુંબઈના રિયલ એસ્ટેટ ડીલ પર ધ્યાન રાખનારી વેબસાઈટ Zapkey.com (જૈપકી ડોટ કોમ)ની પાસે રહેલા દસ્તાવેજથી થયો છે.

આ વેબસાઈટ દ્વારા જાણવા મળ્યું છે કે હરભજન સિંહે પોતાનો આલીશાન એપાર્ટમેન્ટ જેબીસી ઈન્ટરનેશનલ નામની એજન્સીને વેચી દીધો છે. જેબીસી ઇન્ટરનેશનલ અને હરભજન સિંહ વચ્ચે ૧૮ નવેમ્બરના રોજ આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર એપાર્ટમેન્ટ ખરીદનાર જેબીસી ઇન્ટરનેશનલને સ્ટેમ્પ ડ્યુટી તરીકે લગભગ ૨૮ લાખ રૂપિય ચૂકવવા પડશે.

અમે જે એપાર્ટમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ તે એપાર્ટમેન્ટ મુંબઈના અંધેરી વેસ્ટના રૂસ્તમજી એલિમેન્ટસના નવમાં માળે આવેલો છે. જૈપકી ડોટ કોમ અને રિયલ એસ્ટેટ ડેટા એનાલિટીકલના રીસર્ચ રીઝલ્ટથી જાણી શકાયું છે કે આ ડીલ ૧૮ નવેમ્બર ૨૦૨૧ એ સંપન્ન થઇ છે. જેબીસી ઇન્ટરનેશનલે ભજ્જીના જે એપાર્ટમેન્ટને ખરીદ્યો છે તેનું ક્ષેત્રફળ લગભગ ત્રણ હજાર સ્ક્વેર ફૂટ છે.