ઘરમાં નીકળી રહેલી કીડીઓ આપે છે ભવિષ્યનો આ સંકેત, રંગોથી જાણો શુભ થશે કે અશુભ

ઘરમાં કીડીઓની હાજરીને કારણે આપણે ઘણીવાર પરેશાન થઈ જતા હોઈએ છીએ. આપણી પરેશાનીનું કારણ હોય છે ખાવાની ચીજવસ્તુઓ ખરાબ થઇ જવી, કપડામાં કીડીઓ ફસાઈ જવી. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાંથી વારંવાર કીડીઓ બહાર આવી રહી છે તો તમારા જીવનમાં કેટલાક બદલાવ થવાના છે.

આ કીડીઓ કાળી કે લાલ હોઈ શકે છે, તમારા ઘરમાં કેવા પ્રકારની કીડીઓ આવી ગઈ છે તેના આધારે જાણી શકાય છે કે તે કેવા સંકેત છે. કાળી કીડીઓને ખોરાક આપવો તેને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને આ જ કારણ છે કે લોકો તેને ખાંડ, લોટ જેવા ખાદ્ય પદાર્થો નાખે છે. દરેક કીડી એક અલગ પ્રકારની થતી ઘટનાની પ્રતીક હોય છે.

કીડીઓ શું સૂચવે છે: જો ચોખાના વાસણમાંથી કાળી કીડીઓ નીકળી રહી હોય તો તે ધન આવવાનો સંકેત હોય છે. આ સાથે તે આર્થિક તંગી દૂર કરવા અને ઘરને અન્નથી ભરવાનો પણ સંકેત હોય છે.

સામાન્ય રીતે ઘરમાં કાળી કીડીઓનું દેખાવું સુખ અને ઐશ્વર્યની નિશાની માનવામાં આવે છે. જો આ કીડીઓ પશ્ચિમ દિશાથી તમારા ઘરમાં આવે છે તો તમારી વિદેશ યાત્રાના યોગ પણ બની શકે છે.

જો તમારા ઘરમાં લાલ કીડીઓ જોવા મળે તો સાવધાન. લાલ કીડીઓને અશુભનો સંકેત માનવામાં આવે છે. કીડીઓ ભવિષ્યની પરેશાનીઓ, વિવાદો, ધન ખર્ચ થવાના સંકેત પણ આપે છે.

જો લાલ કીડીઓ મોઢામાં ઈંડું લઈને ઘરની બહાર નીકળે છે, તો તે એક સારા સંકેત તરીકે જોવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પ્રગતિ થવાની છે. ઘરમાં કીડીઓ ઉપરની તરફ જાય છે તે તમારી વૃદ્ધિ અને પ્રગતિ દર્શાવે છે. બીજી તરફ કીડીઓ નીચે ઉતરી રહી હોય તો તે તમને જીવનમાં કોઈ ખોટ અને જીવનમાં કોઈ નુકસાનનો સંકેત આપે છે.