ઘરની આ દિશામાં માં લક્ષ્મીની મૂર્તિ બતાવે છે ચમત્કાર, પૈસામાં રમવા લાગે છે માણસ

હિંદુ ધર્મમાં દેવી- દેવતાઓની પૂજા માટે ઘરમાં પણ મંદિરો બનાવવામાં આવે છે અને તે મંદિરોને દેવી- દેવતાઓની મૂર્તિઓને શણગારવામાં આવે છે. ઘરમાં રાખવામાં આવેલ દેવી- દેવતાઓની આ મૂર્તિઓ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે છે પરંતુ વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો મંદિરમાં મૂર્તિઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો વિશેષ લાભ મળે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો મૂર્તિઓને ઘરમાં ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ દેવી- દેવતાઓની પૂજા પણ અધૂરી માનવામાં આવે છે. તેથી દરેક દેવતાઓને રાખવા માટે ચોક્કસ દિશા નક્કી કરવામાં આવી છે. ચાલો જાણીએ કે માં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓ કઈ દિશામાં રાખવી શ્રેષ્ઠ ગણાય છે.

ગણેશ મૂર્તિ માટે શ્રેષ્ઠ દિશા: હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. તેવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગણેશજીની મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. સાથે જ ગણેશજીની સિંદૂરની તસવીર લગાવવી પણ શુભ માનવામાં આવે છે.

માં લક્ષ્મીની સાચી દિશાઃ મંદિરમાં ભગવાન ગણેશની સાથે માં લક્ષ્મીની તસ્વીર મૂકવામાં આવે છે પરંતુ તેમના માટે પણ યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. ઘરના મંદિરમાં રાખેલી માં લક્ષ્મીની મૂર્તિને ગણેશજીની જમણી તરફ રાખવી જોઈએ. તમને જણાવી દઈએ કે લક્ષ્મી ગણેશજીની માતા છે, તેથી તેમની જમણી બાજુએ સ્થાપના કરવામાં આવે છે.

શિવલિંગ માટે દિશા: કેટલાક લોકો ઘરમાં નાનું શિવલિંગ પણ રાખે છે અને ત્યાં તેની પૂજા કરે છે. તેવી સ્થિતિમાં શિવલિંગની સાચી દિશા જાણવી પણ ખૂબ જ જરૂરી હોય છે. ઘરમાં મંદિરમાં રાખેલ શિવલિંગનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)