ઘરમાં જોડીમાં લગાવી લો આ ચમત્કારિક છોડ, ચુંબકની જેમ ખેંચાઈ જશે ધન.. દુર્ભાગ્ય થશે દુર

ઘરની સુંદરતા વધારવા માટે અને તેને સજાવવા માટે ઘરને વૃક્ષ- છોડથી સજાવે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ છે જેને ઘરમાં લગાવવાની મનાઈ છે. તેમજ કેટલાક છોડ એવા પણ છે જેને લગાવવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિની સાથે- સાથે ધન- વૈભવ પણ આવે છે. તેમાંથી એક છોડ છે મોરપંખ (વિદ્યાનો છોડ).

તેને ઘર માટે ખુબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે તેને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ચાલો જાણીએ તેને લગાવવાની યોગ્ય રીત અને લાભ વિશે.

મોરપંખ છોડના લાભ: વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં મોરપંખનો છોડ લગાવવાથી તણાવની સ્થિતિ ઉત્પન નથી થતી. પરિવારના સભ્યોનો સાથ મળે છે અને એકતા જળવાઈ રહે છે. એક બીજાથી મનમુટાવનો પણ અંત આવે છે.

આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલું જ નહી આ સકારાત્મકતા પરિવારના સભ્યોની બુદ્ધિમાં વિકાસ થાય છે. વ્યક્તિનું મન કામ પ્રત્યે એકાગ્ર રહે છે. સાથે જ તેનાથી બાળકોનું મગજ તેજ થાય છે અને અભ્યાસમાં મન લાગે છે. તેથી તેને વિદ્યાનો છોડ પણ કહેવામાં આવે છે.

કહેવાય છે કે ઘરમાં પ્રવેશ કરતી ખરાબ શક્તિઓની નકારાત્મકતા પણ આ છોડના પ્રભાવથી ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતી. આર્થિક લાભ માટે પણ આ છોડને ઘરમાં લગાવવામાં આવે છે. આ છોડ લગાવવાથી પરિવારમાં સુખ- સમૃદ્ધિનો વિકાસ થાય છે.

મોરપંખ છોડ લગાવવાની યોગ્ય રીત: વાસ્તુ જાણકારોનું કહેવું છે કે મોરપંખનો છોડ હંમેશા જોડમાં જ લગાવવો જોઈએ. આ છોડ ભુલથી પણ એકલો ના લગાવવો જોઈએ. આ છોડ જોડમાં લગાવવાથી પતિ- પત્ની વચ્ચેની દૂરી ઓછી થાય છે અને સંબંધમાં મધુરતા જળવાઈ રહે છે.

મોરપંખના છોડને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી પણ લાભ થાય છે. તેનાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી અને વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ઘરની અંદર મોરપંખનો છોડ હંમેશા ઉત્તર દિશામાં લગાવવો જ લાભદાયક રહે છે. તેને હંમેશા એવા સ્થાન પર રાખો જ્યાં તેને તડકો પણ મળતો રહે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં લાગેલ મોરપંખનો છોડ સુકાઈ ગયો છે તો તરત જ તેને હટાવીને બીજો છોડ લગાવી લેવો જોઈએ. માનવામાં આવે છે કે આ પરિવારના સભ્યોની બીમારીઓથી રક્ષા કરે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)