ઘરમાં માં લક્ષ્મીના આગમન પહેલા મળે છે ઘણા સંકેત, દેખાતા જ સમજી જાઓ શરુ થવાની છે ધન વર્ષા

ધનના દેવી લક્ષ્મીજીની કૃપાને જાળવી રાખવા માટે ભક્તો વિધિ વિધાનઅનુસાર તેમની પૂજા કરતા હોય છે. જેથી માં લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે. એવી માન્યતા છે કે જેમના પર માં લક્ષ્મી મહેરબાન હોય છે તેમને ધનવાન બનાવી દે છે અને માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેઓ ઘણા પ્રકારના ઉપાયો પણ કરે છે.

તેવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની કૃપા વિના વ્યક્તિને સુખ અને શાંતિ મળી નથી શકતી. ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં માં લક્ષ્મીનો નિવાસ હોય છે ત્યાં ઘણી સમૃદ્ધિ આવે છે. જો કે એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મી આગમન પહેલા ઘણા શુભ સંકેતો આપે છે. ચાલો જાણીએ આ સંકેતો વિશે.

પ્રવેશ કરતા પહેલા માં લક્ષ્મી આપે છે સંકેત: ૧- તેવું માનવામાં આવે છે કે જો ઘરમાં અચાનકથી કાળી કીડીઓ ટોળું બનાવી લે અને કંઈક ખાવા લાગે તો તેને માં લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. ૨- ઘરમાં કોઈ ચકલીનું માળો બનાવવું પણ એક શુભ સંકેત હોય છે.

૩- તેવું માનવામાં આવે છે કે ઘરમાં એક જ જગ્યાએ ત્રણ ગરોળીનું દેખાવું પણ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત હોય છે. તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

૪- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે તુલસીના છોડની આસપાસ ગરોળીનું દેખાવું પણ એક શુભ સંકેત હોય છે. તો તુલસીના છોડની આસપાસ ઘણી ગરોળીઓનો દેખાવ એક વિપરીત સંકેત હોય છે. ૫- તો તેવું પણ માનવામાં આવતું હોય છે કે જો તમારા જમણા હાથમાં સતત ખંજવાળ થઇ રહી હોય તો તે પણ એક શુભ સંકેત હોય છે.

૬- જો કોઈ વ્યક્તિ ઊંઘતી વખતે સપનામાં સાવરણી, ઘુવડ, ઘડો, હાથી, બંસી, નોળિયો, શંખ, ગરોળી, સાપ, ગુલાબ વગેરે દેખાય છે તો તેને પણ ધન પ્રાપ્તિનો સંકેત પણ માનવામાં આવે છે. ૭- જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળો છો તો તેને પણ એક શુભ સંકેત જ માનવામાં આવે છે.

૮- જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોવ અને તમને શેરડી દેખાય તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. ૯- જો તમે ઘણા દિવસોથી ઘરની બહાર નીકળતી વખતે કોઈને ઝાડુ મારતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારો કોઈ મોટો વિવાદ ઉકેલાઈ જવાનો છે. ઉપરાંત, તમે ખૂબ જ જલ્દી ધનવાન બનવાના છો.

૧૦- ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ કૂતરો મોંમાં રોટલી અથવા કોઈ શાકાહારી વસ્તુ લાવતી જોવા મળે તો તેનો અર્થ એવો પણ થાય છે કે ધનલાભ થવાની સંભાવના છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)