ઘરમાં લગાવી લો આ ચમત્કારિક છોડ, ચમકી જશે કિસ્મત.. ખેંચાઈ આવશે ધન- સંપત્તિ

સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે પરિવારની સુખ- સમૃદ્ધિ ઘણી હદ સુધી વાસ્તુ શાસ્ત્ર પર નિર્ભર કરે છે. જે ઘરોમાં વાસ્તુનું ધ્યાન નથી આપવામાં આવતું ત્યાં ઘણી વાર નકારાત્મક ઘટનાઓ બનતી રહે છે. ઘરમાં રાખેલ દુર્વા ઘાસ પણ કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે અથવા બગાડી શકે છે. ચાલો જાણીએ તેના વિશે.

ઘરમાં વધે છે સકારાત્મક ઉર્જા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દુર્વા ઘાસનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ છોડની સંભાળ રાખવાથી પરિવારમાં ખુશીઓ આવે છે અને સુખ- સમૃદ્ધિ વધતી જાય છે.

ઘરેલું કલેશ દૂર કરવામાં દુર્વા ઘાસ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલા માટે તમારે દુર્વા ઘાસને ઘરની દક્ષીણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેમ કરવાથી પરિવારના લોકોમાં પ્રેમ વધે છે અને આંતરિક કલેશ દૂર થઇ જાય છે.

છોડની નિયમિત રૂપથી રાખો સંભાળ: વાસ્તુ જાણકારો અનુસાર દુર્વા ઘાસનો છોડ જેટલો હરિયાળો ઘરમાં લગાવવામાં આવે છે. તેટલા જ પરિવારમાં વધુ આશીર્વાદ આવે છે. તેના માટે છોડને નિયમિતપણે પાણી અને ખાતર આપવું જોઈએ. સાથે જ તેને થોડો સૂર્યપ્રકાશ પણ મળવો જોઈએ.

આ દિશામાં લગાવો દુર્વા ઘાસનો છોડ: ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે દૂર્વા ઘાસનો છોડ ઈશાન દિશામાં લગાવવો જોઈએ. જો તમે ઈચ્છો તો તે છોડને નજીકના મંદિરમાં પણ લગાવી શકો છો. તેમ કરવાથી આવકમાં વધારો અને પ્રગતિના માર્ગ ખુલે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)