અચાનક જ રસ્તામાં દેખાઈ જાય મોર, તો સમજો કે થવાની છે ચાંદી ચાંદી

હિંદુ ધર્મમાં મોરને દૈવી પક્ષી માનવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્વ પણ છે. તેને ભગવાન કાર્તિકેયનું વાહન માનવામાં આવે છે. જો કે ક્યારેક તમે મોર તો જોયા જ હશે, પરંતુ ઘરની બહાર નીકળતી વખતે અચાનક મોર દેખાવો એ એક શુભ સંકેત માનવામાં આવે છે. ચાલો જાણીએ કે જ્યારે મોર અચાનક દેખાય છે ત્યારે શું થાય છે.

ઉડતો મોર જોવો ખૂબ જ દુર્લભ હોય છે. તેવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જો તમે ક્યારેય ઉડતો મોર જુઓ તો તે ખૂબ જ શુભ હોય છે. જો આવું થશે તો તમને ક્યાંકથી શુભ ફળ મળી શકે છે.

જો સવારે અચાનક તમારા ઘરે મોર આવી જાય તો સમજી લેવું કે તમારે મોજેમોજ રહેવાની છે. તે ખૂબ જ શુભ સંકેત હોય છે. જ્યારે તેવું થાય છે, ત્યારે માનો કે તમારું નસીબ ચમકવાનું છે અથવા ભાગ્યોદય થવાનું છે. સાથે જ આ ઘરમાં કેટલાક શુભ કાર્ય થવાનો પણ સંકેત આપે છે.

નાચતો મોર પણ સરળતાથી નથી દેખાતો, પરંતુ જ્યારે તેવું થાય છે, ત્યારે તમે ભવિષ્ય વિશે જાગૃત થઈ શકો છો. નૃત્ય કરતો મોર તમને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ વિશે માહિતગાર કરે છે. તો તેનો બીજો અર્થ એ છે કે જીવનમાં કંઈક નવું થવાનું છે.

જો વહેલી સવારે ઘરની બહાર નીકળતા જ તમને અચાનક મોર દેખાય તો સમજી લેવું કે તમારો દિવસ શુભ રહેવાનો છે. ખાસ કરીને ઓફિસ કે કાર્યસ્થળમાં ઘણો ફાયદો થશે. સવારે વહેલા ઉઠીને મોરનો અવાજ સાંભળવો અથવા મોરનાં પીંછાં જોવાં પણ શુભ માનવામાં આવે છે.

જો તમે તમારા સપનામાં નાચતો મોર જુઓ છો, તો તે તમને ભવિષ્ય વિશે ચેતવણી આપે છે. બીજી તરફ જો સપનામાં મોરનું પીંછા જોવા મળે તો તમારા હાથમાં કોઈ મોટી સિદ્ધિ મળવાની છે. એક સિદ્ધિ જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)