ભારત માટે રમતા પહેલા આ ક્રિકેટર્સે જોયા છે ગરીબીના દિવસો

જ્યારે પણ ભારતીય ક્રિકેટ ખેલાડીઓની વાત આવે છે. તેથી તેની રમત બાદ તેની કમાણી વિશે જ ચર્ચા છે. હા, ક્રિકેટની રમત ભારતની સૌથી લોકપ્રિય રમત છે અને આ જ કારણ છે કે ક્રિકેટરો પર સતત પૈસાનો વરસાદ થતો રહે છે. ભારત તરફથી રમવા ઉપરાંત ખેલાડીઓ દર વર્ષે IPL માં પણ રમે છે. જેના કારણે તેની આવકમાં ઘણો વધારો થયો છે. જણાવી દઈએ કે જયારે મોટાભાગે આપણે એ ખેલાડીઓ અંગે વાત કરીએ છીએ તો એ જ વિચારીએ છીએ કે કોઈ અમીરના ઘરેથી નિકળીને આવ્યા હશો?

પરંતુ શું તમને ખબર છે કે આ ખેલાડીઓની અહી સુધી પહોંચવાની રાહ એટલી સરળ નથી હોતી. હા જાણી લેવું કે જે ખેલાડીઓ આપણને ઘણા અમીર દેખાય છે તેમનું બાળપણ ગરીબીના સમયગાળામાં પસાર થયું. ચાલો આજે તમને આવા જ ખેલાડીઓ વિશે જણાવીએ. જેમણે ગરીબી સામે લડીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

રવિન્દ્ર જાડેજા: સર જાડેજાના નામથી પ્રખ્યાત આ ભારતીય ખેલાડીને કોણ નથી ઓળખતું? આપણા જામનગરના જ. તેમના ચાહકો દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ છે. પરંતુ ભાગ્યે જ કોઈ ક્રિકેટ ચાહક એ હકીકતથી વાકેફ હશે કે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું.

જણાવી દઈએ કે તેમના પિતા સુરક્ષા ગાર્ડ હતા, જ્યારે તેમના માતા નર્સ હતા. તે પહેલા સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા પરંતુ તેમની સખત મહેનત અને દૃઢ નિશ્ચયને કારણે જાડેજા ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક બન્યા અને હવે તેમની સંપત્તિ, ઘર અને જીવનશૈલી વિશે બધા જાણે છે.

એમ.એસ. ધોનીઃ ચેન્નાઈ સુપર કિંગ્સના અન્ય એક ખેલાડી અને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ યાદીમાં સામેલ છે. ‘કેપ્ટન કૂલ’ તરીકે પોતાની ઓળખ બનાવનાર રાંચીના આ જમણા હાથના બેટ્સમેને ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા દુનિયાને પોતાની સફર બતાવી હતી.

તમને જણાવી દઈએ કે ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનો રસ્તો એટલો સરળ નહોતો કારણ કે તેના પિતા પીચ ક્યુરેટર હતા જે ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ટિકિટ કલેક્ટર બને. પિતાના સપનાને સાકાર કરવા માટે ધોનીએ રેલવેમાં નોકરી પણ કરી હતી. પરંતુ આખરે, બધું પાછળ છોડીને તેમણે પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું અને ભારતના સૌથી સફળ કેપ્ટન અને બેટ્સમેન બન્યા.

ભુવનેશ્વર કુમારઃ ક્રિકેટ ચાહકો માટે ‘ભુવી’ નામ જ પૂરતું છે. હા, ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની પાસે ક્રિકેટ રમવા માટે જરૂરી શૂઝ પણ નહોતા. જો કે તેના પિતા અને તેની બહેને હંમેશા તેને ટેકો આપ્યો હતો અને હવે તે વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે.  તમને જણાવી દઈએ કે તેઓ BCCI સાથેના વાર્ષિક કરારથી ઘણી કમાણી કરે છે. આ સિવાય તેમની IPL ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ પણ તેમને તગડી ફી ચૂકવે છે.

ઈરફાન અને યુસુફ પઠાણઃ પઠાણ ભાઈઓને કયા ક્રિકેટ ફેન ભૂલી શકે છે? ત્યારે તમને જણાવી દઈએ કે પઠાણ ભાઈઓ ભારત માટે રમતા પહેલા તેમના પિતા ૨૫૦ રૂપિયાના પગાર પર કામ કરતા હતા. પોતાના પુત્રોના સપના પૂરા કરવા માટે પઠાણના પિતા જૂના ચંપલ લાવીને પોતે સીવતા અને પુત્રોને આપતા. એટલું જ નહીં પઠાણ બંધુઓ ટી-ટ્વેન્ટી વર્લ્ડ ૨૦૦૭ ની ચેમ્પિયન ટીમના સદસ્ય રહી ચૂક્યા છે. આ સિવાય બંને ખેલાડીઓએ IPL માં ઘણી ખ્યાતિ મેળવી છે, જેની પાછળ તેમના પિતાની પણ મહત્વની ભૂમિકા રહી છે.

ઉમેશ યાદવઃ ભારતના ઝડપી બોલરોમાંથી એક ઉમેશ યાદવને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ તેમના મુશ્કેલ બાળપણને કારણે ક્યારેય હાર ના માનવાની કળા જાણે છે. ઉમેશના પિતા કોલસાના કારખાનામાં કામ કરતા હતા, જેઓ તેમના પરિવારને યોગ્ય ભોજન આપવા માટે સંઘર્ષ કરતા હતા. તેમ છતાં તેમના પુત્રએ ક્રિકેટના મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

મુનાફ પટેલ: જ્યારે ભારતની વર્લ્ડ કપ ૨૦૧૧ વિજેતા ટીમનો સભ્ય હતો, ત્યારે મુનાફ પટેલ પણ બાળપણમાં અત્યંત ગરીબીના સમયગાળામાંથી પસાર થયા હતા. જણાવી દઈએ કે તેઓ બરોડાના આર્થિક રીતે નબળા પરિવારના હતા. તેમના પિતા પાસે પોતાની જમીન નહોતી.

તેથી, તેમણે બીજાના ખેતરમાં કામ કરવું પડ્યું હતું. અને જ્યારે પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ત્યારે તેમના સંબંધીઓએ મુનાફને તેના પિતા સાથે કામકાજમાં હાથ વહેંચવાની સલાહ આપી પરંતુ તેમના નસીબમાં કંઈક અલગ જ હતું અને તેમણે સખત મહેનત કરી. જે પછી તેઓ ક્રિકેટર બન્યા.

હરભજન સિંહઃ જો તમે ક્રિકેટના ફેન છો તો તમે ‘ટર્બનેટર’ નામ તો સાંભળ્યું જ હશે. હા, ટર્બનેટર તરીકે પ્રખ્યાત હરભજન સિંહ રમતના ત્રણેય ફોર્મેટમાં સૌથી સફળ ભારતીય બોલરોમાંથી એક છે. જો કે આંતરરાષ્ટ્રીય મંચ પર મોટું નામ બનતા પહેલા ભજ્જીને ભારે ગરીબીનો સામનો કરવો પડ્યો હતો.

એકવાર વીરેન્દ્ર સેહવાગે ખુલાસો કર્યો હતો કે પરિવારની આર્થિક સ્થિતિને કારણે હરભજન સિંહે ટ્રક ડ્રાઈવર બનવાનું વિચાર્યું હતું. પરંતુ, આખરે તેનું નસીબ અને મહેનત રંગ લાવી, જેના પછી આપણે અને તમે બધા જાણીએ છીએ કે હરભજન સિંહ આજે ક્યાં પહોંચેલા છે.