ભારતની એક એવી આલીશાન હોટલ, જેના બાથરૂમના નળમાં પણ લાગેલું છે સોનું

આજે અમે તમને ભારતમાં સ્થિત એક હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોંઘી હોટેલ્સમાંની એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં મહેમાનોને ચાંદીના પલંગ પર આરામ ફરમાવવાનો મોકો મળે છે. આ સાથે તેઓ સોનાની થાળીમાં ભોજન ખાય છે.

બાથરૂમના નળમાં લાગેલું છે સોનું: આ હોટલની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેના બાથરૂમનો નળમાં પણ સોનું લાગેલું છે. આ હોટેલનું નામ ‘ધ રાજ પેલેસ’ છે. જે રાજસ્થાનના જયપુરમાં આવેલી છે. તેને એશિયાની સૌથી મોંઘી હોટેલ માનવામાં આવે છે.

હોટેલમાં છે ચાંદીના પલંગ: આ હોટલની ખાસ વાત એ છે કે અહીં મહેમાનોને ચાંદીના પલંગમાં સૂવા દેવા માટે રાખવામાં આવેલા છે. હોટેલના તમામ રૂમ એકબીજા કરતા વધુ લક્ઝુરિયસ છે.

એક રાતનું ભાડું ૧૮ લાખ સુધી: તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલના સ્પેશિયલ દરબાર સ્યુટમાં રાત્રિ રોકાણ માટે એક રૂમનું ભાડું ૧૮ લાખ રૂપિયા છે. મહેમાનોને ખાસ વાનગીઓથી સુશોભિત સોનાની ડીશ પીરસવામાં આવે છે.

હોટેલમાં આવેલા છે કુલ ૭૮ વૈભવી રૂમ: આ હોટલમાં ૭૮ લક્ઝુરિયસ રૂમ છે. આ રૂમોમાં સંગમરમરની સુંદર કોતરણી કરવામાં આવી છે. રાજ પેલેસ હોટેલને વર્ષ ૨૦૦૭ માં ‘નેશનલ ટુરીઝમ એવોર્ડ્સ’ની શ્રેણીમાં શ્રેષ્ઠ હેરિટેજ હોટેલનો એવોર્ડ મળ્યો છે.

અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન ફિલ્મનું થયું હતું શૂટિંગ કરી: આ હોટલમાં અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ બોલ બચ્ચનનું શૂટિંગ કરેલું છે. આ સિવાય અક્ષય કુમારે આ હોટલમાં ભૂલભુલૈયા ફિલ્મનું શૂટિંગ કરેલું છે. ટીવી સીરિયલ રતન કા સ્વયંવર અને ઝાંસી કી રાનીનું શૂટિંગ પણ આ હોટલમાં થયેલું છે.