કામરેજના મામલતદારે HCના આદેશને અવગણીને ડીઝલ પંપ સીલ કર્યો.

રિન્યુએબલ ડીઝલના વેચાણ માટે તમામ મંજૂરીઓ હોવા છતાં કામરેજના મામલતદારે પંપ સીલ કર્યો હતો. રિન્યુએબલ ડીઝલના વેચાણ બાબતે અગાઉ મુંબઈ હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો, કે આ પંપને લઈને કોઈ પગલાં ભરવા નહી. તેમ છતાં આ પંપ સીલ કરવામાં આવતાં ફરી આ મામલો કોર્ટમાં જઈ શકે છે. મામલતદાર દ્વારા આ પંપ ગેરકાયદેસર સીલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વકીલ વિરલ મહેતા દ્વારા કરવામાં આવ્યો છે.

જ્યારે પંપ પર દરોડા પાડી તેને સીલ કરવામાં આવ્યો, ત્યારે પંપના સંચાલકો દ્વારા તેમને પૂછવામાં આવ્યુ હતું કે, કયા કારણોસર પંપને સીલ કરવામાં આવ્યો છે, તેમ છતાં અઘિકારીઓએ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. ઓપરેટર દ્વારા તેમને મુંબઈ હાઇકોર્ટ દ્વારા કંપનીના પંપને આપવામાં આપેલી વચગાળાની રાહતનો આદેશ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જણાવ્યું હતુ કે, જો પંપ સીલ કરશો તો તમે હાઈકોર્ટના હુકમનો અનાદર કર્યો ગણાશે, પરંતુ મામલતદારે હુકમને જોવાની તસ્દી પણ લીધી નહોતી અને હાઈકોર્ટના હુકમની ઉપરવટ જઈને પંપને સીલ કરી દીધો હતો. તેથી આગામી સમયમાં કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રોસિજર કરવામાં આવશે.

આ અંગે કામરેજના પંપને સીલ કર્યા બાદ મામલતદાર અને ડી.એસ.ઓ રજા ઉપર ઉતરી ગયા છે તેમજ કયા કાયદા હેઠળ તેમજ કાયા નિયમ હેઠળ પંપ સીલ કાર્ગો તેના કાગળો સત્તા વાળાઓએ આપ્યા નથી તેમજ મામલતદાર કે ડી.એસ.ઓ એ કાયદેસરના પંપ ધારકનું નિવેદન પણ લીધુ નથી. આમ છતાં રાજ્યના સિવિલ સપ્લાય સેક્રેટરી કે સિવિલ સપ્લાય ડાયરેકટર કોર્ટ ઓર્ડર હોવા છતાં મામલતદાર કે ડી.એસ.ઓ સામે પગલાં ભરતા નથી અને પોતાનું મૌન સેવી રહ્યા છે.

ગેર કાયદેસર સિઝર કરી વેપારીઓને બીવડાવી ધંધો કરતા અટકાવતા આવા અધિકારીની રાજ્યના પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પુરવઠા વિભાગના પ્રધાન તેમજ મહેસુલ વિભાગના પ્રધાનોએ તપાસના આદેશ આપી ખાતાકીય તપાસ કરવી જોઈએ તેવી માંગણી MEE કંપનીના એડવોકેટ વિરલ મહેતાએ કરી હતી.