કેટરીના- વિક્કીએ કેમ પસંદ કર્યો લગ્ન માટે રાજસ્થાનનો ૭૦૦ વર્ષ જુનો કિલ્લો, જાણો

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ વિકી કૌશલ સાથે ડેસ્ટિનેશન મેરેજ થઇ રહ્યા છે. હાં તેમના ડેસ્ટિનેશન મેરેજ રાજસ્થાનની ‘ચૌથ કા બરવાડા સિક્સ સેન્સ હોટલ’માં થવાના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી સવાઈ માધોપુરના જિલ્લા કલેક્ટરે પણ પુરતી વ્યવસ્થાઓ કરી લીધી છે. તો બીજીતરફ આ શાહી લગ્નને લગતી તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે.

લગ્ન સંબંધિત કાર્યક્રમો ૭ થી ૧૦ ડિસેમ્બરની વચ્ચે યોજાયા છે. તો આ શાહી લગ્નની ખૂબ જ ચર્ચા છે. તેનાથી ઘણી વધારે ચર્ચા થઇ રહી છે તે ૭૦૦ વર્ષ જુના કિલ્લાની. જેમાં સાત ફેરા લેવાના છે વિક્કી અને કેટરીના કેફ. આવો જાણીએ આખરે શું ખાસ છે આ કિલ્લામાં. જેને આ બોલીવુડની જોડીએ પસંદ કર્યો છે પોતાના લગ્ન માટે.

શું છે ચોથ કા બરવાડાની ઓળખઃ તમને જણાવી દઈએ કે ચોથ કા બરવાડા કસબાની ઓળખ આજે પણ રાજસ્થાન રાજ્યના મુખ્ય માં શક્તિપીઠ મંદિર સાથે જોડાયેલી છે. ચૌથ માતાનું આ મંદિર તેની ભવ્યતા અને મનોકામના માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે. તો લગભગ ૨૦ હજારની વસ્તી ધરાવતું આ કસબુ આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન બન્યું છે. જેનું કારણ અહીંનો સાતસો વર્ષ જૂનો બરવાડા કિલ્લો છે.

હા જે આજકાલ ફેમસ હેરિટેજ હોટલમાં ફેરવાઈ ગયો છે અને વિકી અને કેટરીનાના લગ્ન આ હેરિટેજ હોટલમાં જ થવાના છે. જેના કારણે તેની ખ્યાતિમાં હજુ વધારો થયો છે. આજકાલ તેનું નામ દરેકની જીભ પર છે અને દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માંગે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ નગર જિલ્લા મુખ્યાલયથી લગભગ ૨૩ કિલોમીટર દૂર છે. જ્યાં આ કિલ્લો છે જે હવે હેરિટેજ હોટલમાં તબદીલ થઇ ચુક્યો છે.

૧૪ મી સદીમાં બનેલો છે કિલ્લોઃ જણાવી દઈએ કે જયપુરથી લગભગ ૨.૫ કલાક દૂર રણથંભોરનો બરવારા કિલ્લો ૧૪ મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તો આ કિલ્લો પહેલા બરવાડાના સરપંચ ભગવતી સિંહ પાસે હતો. જે બાદમાં ઓસ્મોસ કંપનીને વેચી દેવામાં આવ્યો હતો અને હવે આ કિલ્લાને ભવ્ય હોટલમાં ફેરવી દેવામાં આવ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે ‘સિક્સ સેન્સ ગ્રુપ’ને લીઝ પર આપવામાં આવ્યો છે અને આ કિલ્લામાં બે મહેલ અને બે ભવ્ય મંદિર પણ સામેલ છે.

કિલ્લો આ સુવિધાઓથી છે સજ્જ: તમને જણાવી દઈએ કે ૭૦૦ વર્ષ જૂના રાજપૂતાના શૈલીમાં બનેલા આ મહેલમાં લક્ઝરી સ્યુટ્સ છે અને આ સ્યુટ્સ સમકાલીન રાજસ્થાની શૈલીમાં બનાવવામાં આવ્યા છે. આ રિસોર્ટમાં બાર અને લાઉન્જ, એક સ્પા અને ફિટનેસ સેન્ટર તેમજ બે સ્વિમિંગ પુલ સાથે ત્રણ રેસ્ટોરન્ટ છે. તો કિલ્લામાં ઘણી બધી સુવિધાઓ છે અને અહીંથી સુંદર તળાવનો નજારો પણ જોવા મળે છે.

રિસોર્ટમાં ૪૮ રોયલ સ્યુટ્સ છેઃ આ રિસોર્ટમાં ૪૮ સ્યુટ્સ છે. જેના અલગ અલગ નામ છે. જેમાં અભયારણ્ય સ્યુટ, ફોર્ટ સ્યુટ, અરવલી સ્યુટ, રાણી પ્રિન્સેસ સ્યુટ અને રાજા માનસિંહ સ્યુટ રહેલા છે. અભયારણ્ય સ્યુટનું અહીં સૌથી ઓછું ભાડું છે જ્યારે રાજા માન સિંહ સ્યુટનું ભાડું સૌથી વધુ છે.

વિકી અને કેટરિના ૭૦૦ પગથિયાં ચડીને ચોથ માતાના મંદિરે જશેઃ બીજી તરફ સૂત્રોનું માનીએ તો લગ્ન બાદ વિકી અને કેટરિના ચોથ માતાના મંદિરે જઈને આશીર્વાદ લઈ શકે છે. બીજી તરફ માન્યતાઓ અનુસાર અહીં માતાના દર્શન કર્યા પછી જ લગ્નની વિધિ પૂર્ણ માનવામાં આવે છે. માતાના દર્શન કરવા ૭૦૦ પગથિયાં ચડવા પડે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેટ અને વિકી પણ અહીંયા ફરશે.

આ ઉપરાંત અંતમાં તમને જણાવી દઈએ કે આ લગ્નને લઈને ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્ન વિશે આસપાસના ગ્રામજનોનું કહેવું છે કે હોટલને કારણે હવે મોટા VIP અહીં આવીને મુલાકાત કરશે. જેના કારણે લોકોની રોજગારીમાં પણ વધારો થશે. સાથે સાથે એક કહે છે કે હવે ગામડાનું નામ વિદેશોમાં પહોંચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *