રસોડામાં આ દિશામાં મૂકી દો ચૂલો, ધન- ધાન્યથી ભરેલું રહેશે ઘર, ક્યારેય નહી આવે ગરીબી

ઘર બનાવતી વખતે દરેક રૂમ, કિચન, બાથરૂમનું સાચી દિશામાં હોવું તો જરૂરી હોય જ છે પરંતુ ઘરની અંદર રાખેલી વસ્તુઓ પણ વસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર હોવી જરૂરી છે. જો આ વસ્તુઓ વાસ્તુ અનુસાર હશે તો તેનાથી મળનારું શુભ ફળ જીવનને સુખ- સૃદ્ધીથી ભરી દે છે.

આ વસ્તુઓમાં ગેસ, ચૂલો એકદમ મહત્વના છે કારણકે રોજ તેના પર જ ખાવાનું બનાવવામાં આવે છે અને તે ભોજનથી મળેલી ઉર્જાથી જ આપણું જીવન ચાલે છે. તે સિવાય રેફ્રીજરેટર, ઓવન, મિક્સર વગેરે પણ વાસ્તુ અનુસાર સાચી જગ્યા પર મુકવા જોઈએ.

પૂર્વમાં હોય ગેસ ચૂલો: વાસ્તુ અનુસાર ગેસ ચુલા અગ્નિદેવની દિશામાં હોવા જોઈએ, તેનાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી નથી થતી. પૂર્વ દિશા અગ્નિની દિશા હોય છે. આ દિશામાં ચૂલો એ રીતે ઉકો કે ખાવાનું બનાવનાર વ્યક્તિનું મોઢું પૂર્વ દિશાની તરફ હોય. માઈક્રોવેવ, હીટર પણ આ દિશામાં રાખવું યોગ્ય હોય છે. તેનાથી આગ સાથે જોડાયેલી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

રેફ્રીજરેટર પશ્ચિમમાં રાખો: આ પ્રકારે રસોડામાં રેફ્રીજરેટર રાખવાની સાચી જગ્યા પશ્ચિમ છે. પાણી રાખવા માટે પણ આ જગ્યા યોગ્ય છે. આ જગ્યા પર બનાવો સિંક- વોશ બેસીન: કિચનમાં વોશ બેસીન કે સિંક બનાવવા માટે સાચી જગ્યા ઇશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ છે.

મિક્સર- ટોસ્ટર: કિચનમાં મિક્સર- ટોસ્ટર રાખવા માટે પણ અલગથી જગ્યા હોવી જોઈએ. તેના માટે કિચનની ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ દિશા યોગ્ય હોય છે. લગાવી દો લાલ બલ્બ: જો તમામ પ્રયત્નોની પછી પણ કિચનના વાસ્તુ દોષ દુર નથી કરી શકી રહ્યા તો કિચનની દક્ષિણ પૂર્વ દિશામાં એક લાલ બલ્બ લગાવી દો.

તે કિચનના ઘણા વાસ્તુ દોષોને દુર કરવાના આસાન અને પ્રભાવી ઉપાય છે. (Disclaimer: અહી આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)