આ પાંચ જગ્યાથી ભાગવામાં ના કરો પળભરની વાર, જીવ અને સમ્માન બન્નેથી ધોઈ બેસશો હાથ

જીવનમાં તમારા ધનનું રક્ષણ કરવા કરતાં તમારા જીવન અને સન્માનની રક્ષા કરવી વધુ મહત્ત્વનું છે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે એવી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું કે જેમાં વ્યક્તિ ઘેરાયેલો હોય ત્યારે તરત જ નીકળી જવું જોઈએ. નહીંતર તેનું જીવન અને સન્માન બન્નેનું નુકસાન થાય છે. જો કોઈ વ્યક્તિ આવી જગ્યાએ થોડો સમય રોકાઈ જાય તો કાં તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડે છે અને જો તે બચી જાય તો પણ તેને મોટું નુકસાન થવાનું નક્કી હોય છે.

આ જગ્યાઓ પર એક ક્ષણ માટે પણ રોકાશો નહીં: જ્યાં દુકાળ પડી ગયો હોય, જ્યાં રહેવા માટે ખોરાક અને પાણી ઉપલબ્ધ નથી તે સ્થાન વહેલી તકે છોડી દેવું ઘણું સારું રહે છે. આવી જગ્યાએ રહેવું એ મૃત્યુના મુખમાં પોતાનો જીવ નાખવા જેવું હોય છે.

જો કોઈ જગ્યાએ હુલ્લડ થાય અથવા ઝઘડો હિંસક બની જાય તો ત્યાંથી ચાલ્યા જવું સારું. આવી સ્થિતિ તમારા જીવન પર પણ અસર કરશે અને જો તમે બચી જશો તો પણ તમે મોટી ગરબડમાં ફસાઈ શકો છો. આવી જગ્યાએ ના રોકવ તેમાં જ સારું રહેશે.

વ્યક્તિએ ક્યારેય એવી જગ્યાએ ના રહેવું જોઈએ જ્યાં દુષ્ટ શક્તિઓનું વર્ચસ્વ હોય, અસામાજિક પ્રવૃત્તિઓ થવા લાગે. આવી જગ્યાએ રહેવું તમારા જીવન, સંપત્તિ અને સન્માન માટે હાનિકારક હોય છે.

જો દુશ્મન અચાનક તમારા પર હુમલો કરે છે, તો જીવ બચાવીને ત્યાંથી નીકળી જવું વધુ સારું રહે છે. જો તમે જીવતા રહેશો, તો તમે આયોજિત રીતે દુશ્મન પર બદલો લઈને તેને હરાવી શકશો.

એવી જગ્યાએ ક્યારેય ના રહો જ્યાં ગુનેગારનું સન્માન કરવામાં આવતું હોય છે. તેવું કરવાથી ભવિષ્યમાં તમારી ઈમેજને નુકસાન થશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)