મહાશિવરાત્રી પર રાશિ અનુસાર કરો શંકર ભગવાનને પ્રસન્ન, વર્ષ આખું વરસશે કૃપા.. દુર થશે બધા કષ્ટ

RELIGIOUS

ગ્રહોના દોષના કારણે કોઈપણ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે અથવા તો જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને સમર્પિત મહાશિવરાત્રીનો તહેવાર ૧૮ ફેબ્રુઆરી એટલે કે શનિવારે ઉજવવામાં આવશે. આ તહેવાર પર જો તમે તમારી રાશિ અનુસાર ભોળાનાથની પૂજા કરશો તો ભોળાનાથ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. જેનાથી તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

પૂજન વિધિ: શિવલિંગની પૂજા કરવા માટે સૌપ્રથમ જળ ચઢાવવું પછી દૂધનો અભિષેક કરવો અને દૂધનો અભિષેક કર્યા પછી ફરીથી જળ ચઢાવવું ત્યાર પછી મધ, ઘી, દહીં વગેરે વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવો પરંતુ એક વાત યાદ રાખવી કે કોઈપણ સામગ્રીથી અભિષેક કર્યા પછી પાણીથી અભિષેક કરવો ફરજીયાત છે. ત્યાર પછી બેલપત્ર, ફૂલ, માળા, સુગંધ અને ભોગ ચઢાવો.

રાશિ અનુસાર પૂજા: ભગવાન શિવજી તો માત્ર એક ગ્લાસ પાણી ચઢાવવાથી તેમના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે પરંતુ જો લોકો સામગ્રી અર્પણ કરતી વખતે તેમની રાશિ અનુસાર પૂજા કરે તો તેમને જે ફળ મળે છે તે અનેકગણું થઈ જાય છે તો ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ કઈ સામગ્રી સાથે પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી પૂર્ણ ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાનની આરતી કરો અને ભોગ ધરાવીને સર્વ લોકોને અર્પણ કરો.

મેષ: આ રાશિના જાતકો માટે જવ અને દૂધથી ભગવાન શિવજીની પૂજા કરવી સૌથી વધુ ફળદાયક છે.

વૃષભઃ આ રાશિના જાતકોએ સફેદ રંગના ફૂલ અને કાળા તલથી પૂજા કરવી જોઈએ. તેમ કરવાથી તમને ઈચ્છિત ફળ મળશે.

મિથુનઃ મિથુન રાશિના જાતકોએ શિવલિંગની પૂજા મધ અને તલથી કરવી જોઈએ.

કર્કઃ આ રાશિના જાતકોએ સફેદ તલથી મહાદેવની પૂજા કરવી જોઈએ.

સિંહઃ સિંહ રાશિના જાતકો જો ભોળાનાથને ગોળ અને ફૂલ અર્પણ કરે તો તેમના માટે સારું રહેશે.

કન્યાઃ આ રાશિના જાતકો માટે મહાદેવને મધનો અભિષેક કરવો વધુ ફાયદાકારક છે.

તુલાઃ તુલા રાશિના જાતકોએ તલથી પૂજા કરવી જોઈએ અને શક્કરીયાનો ભોગ ચઢાવવો જોઈએ.

વૃશ્ચિકઃ આ રાશિના જાતકોએ ગાયના દૂધથી શિવજીની પૂજા કરવી જોઈએ.

ધન: ધન રાશિના જાતકોએ ભગવાન શિવજીને સફેદ તલ અવશ્ય અર્પણ કરવા જોઈએ.

મકરઃ આ ​​રાશિના જાતકોએ કાળા તલથી પૂજા કરવી જોઈએ.

કુંભઃ કુંભ રાશિના જાતકોએ જવ અને તલથી પૂજા કરવી જોઈએ.

મીનઃ મીન રાશિના જાતકોએ જવ, ફૂલ અને કાળા તલથી પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *