નવરાત્રિમાં ભૂલથી ઉપવાસ તૂટી જાય તો ડરો નહીં, બસ તરત કરી લો આ કામ.. બધું થઇ જશે માફ

દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના વાતાવરણમાં માતાજીની ભક્તિની હવા ફેલાઈ રહી છે. દરેક માતાજીને પ્રસન્ન કરવા માટે તેમની વલભક્તિમાં વ્યસ્ત છે. માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા- પાઠથી લઈને ગરબા અને વ્રત- ઉપવાસ પણ કરી રહ્યા છે. નવરાત્રિમાં વધારે લોકો નવ દિવસના ઉપવાસ રાખે છે. કેટલાક નવ દિવસમાં પાણી અને ફળ ઉપર જ રહે છે. જ્યારે કેટલાક એક ટાઇમ ભોજન પણ કરે છે.

માન્યતા છે કે નવરાત્રીમાં માતાજીના નામનું વ્રત રાખવાથી માતાજી પ્રસન્ન થાય છે. પછી આપણી મનોકામનાઓ માતાજીના આશીર્વાદથી પૂર્ણ થઈ જાય છે. જો કે પૂરા નવ દિવસ સુધી ઉપવાસ રાખવો નથી સરળ. કોઈક વાર ભૂલથી વ્રત તૂટી પણ જાય છે. આપણે જાણતા- અજાણતામાં કઈક ખાઈ લઈએ છીએ અથવા સ્વાસ્થ્ય ખરાબ થવાથી વ્રત તોડવું પડી શકે છે.

હવે જયારે નવ દિવસનો ઉપવાસ વચ્ચે તૂટી જાય તો લોકો ઘભરાઈ જાય છે. વિચારે છે કે તેમને પાપ લાગશે. જીવનમાં દુઃખો આવશે. કોઈ મનોકામના પૂર્ણ નહી થાય. માન્યતા એ પણ કહે છે કે વ્રત તોડવાથી કેટલાક દોષ પણ લાગે છે પરંતુ માતાજી દયાળુ છે. જો તમે કેટલાક ખાસ ઉપવાસ કરો તો તમારી ભૂલને માફી મળ જાય છે.

જો નવરાત્રિના નવ દિવસ પહેલા તમારું વ્રત ભૂલથી તૂટી જાય તો ગભરાશો નહીં. સૌથી પહેલા માતાજી સામે હાથ જોડીને માફી માગો. તેમને કહો કે તમારી સાથે તે ભૂલથી થયું છે. ત્યાર પછી ઘરમાં માતાજીના નામનો હવન કરાવો. તેમ કરવાથી માતાજી તમને માફ કરશે. પછી તમારું વ્રત પૂર્ણ માનવામાં આવશે.

જો નવરાત્રીમાં તમારી વ્રત તૂટી જાય તો તમારે મંદિરમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવી. તે મૂર્તિને દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડથી પંચામૃત બનાવીને તેનો અભિષેક કરવો સાથે જ માતાજી પાસે પોતાની ભૂલની માફી માગવી. આ ઉપાય તમારું વ્રત તુટવા પર ઘણો કામ આવે છે. આ ઉપાયથી તમારી દરેક ભૂલ- ચૂક માફ થઈ જાય છે.

નવરાત્રીના જે દિવસે તમારું વ્રત તૂટી જાય તે દિવસે માતાજીની સામે બેસવું પછી તેમના મંત્રોનો જાપ કરવો અને તેમની પૂજા- આરતી કરવી. પૂજા- અર્ચના કરીને તેમના આશીર્વાદ મેળવવા. માતાજીને પ્રાર્થના કરવી કે તે ભૂલથી થયું છે અને આગળથી તેનું ધ્યાન રાખશો. વ્રત ભૂલથી તૂટી જાય તો બાકી દિવસોમાં પણ ચાલુ રાખવા તેને બંદ ના કરવા જોઈએ.

વ્રત તૂટે ત્યારે કોઈ માતાજીના મંદિરના પૂજારીને મળીને નવરાત્રીમાં કરી શકાય તેવા દાન- પુણ્ય વિશે પૂછવું તેઓ જે કહે તેમ કરવું. તેમ કરવાથી વ્રત તૂટયા પછી કોઈ પાપ અથવા દોષ લાગશે નહી. તમારા વ્રતનું મહત્વ ગણાશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)