પાકિસ્તાનનું એ મંદિર જ્યાં ચૈત્રી નવરાત્રિમાં ઉમટી પડે છે માતાજીના ભક્તોની ભીડ

ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ૨૪ માર્ચ ૨૦૨૩ ના રોજ ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આ દિવસે માં દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવે છે. અહીં એક મંદિર છે જ્યાં નવરાત્રિ દરમિયાન ભક્તો પૂજા માટે ઉમટી પડે છે. આ મંદિર શું છે અને તેનો ઈતિહાસ શું છે, ચાલો જાણીએ.

પાકિસ્તાનમાં માતાજીની સિદ્ધ પીઠઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં માતાજીની એક સિદ્ધ પીઠ છે. આ સિદ્ધ પીઠને ‘હિંગળાજ’ માતા કહે છે. હિંગળાજ માતાનું મંદિર ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. માતાજીના દર્શન કરવા માટે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

ભગવાન શ્રી રામે અહી આવીને કર્યા હતા માતાજીના દર્શન: પૌરાણિક માન્યતા છે કે ભગવાન રામ રાવણનો વધ કર્યા પછી હિંગળાજ માતાના દર્શન કરવા આવ્યા હતા. નવરાત્રિના પર્વ પર મોટી સંખ્યામાં હિન્દુ, સિંધી અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ હિંગળાજ માતાના દરબારમાં દર્શન કરવા આવે છે. હિંગળાજ માતાનું મંદિર ૫૧ શક્તિપીઠોમાંથી એક છે.

પાકિસ્તાનમાં હિંગોલ નદી પર બનેલું છે આ મંદિર: માતાજીનું આ મંદિર બલૂચિસ્તાનની હિંગોલ નદીના કિનારે આવેલું છે. જે ખેરથર પર્વતમાળાની શ્રેણીમાં બનેલું છે. અહીં માતાજી એક ગુફામાં બિરાજમાન રહેલા છે. જે એક શિલાના સ્વરૂપમાં બિરાજમાન છે.

હિંગળાજ માતાની કથા: હિંગળાજ માતાનું નામ હિંગળાજ કેવી રીતે પડ્યું તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. એવું માનવામાં આવે છે કે અહીં હિંગોલ નામનો એક કબિલો રાજ કરતો હતો, તેનો રાજ હંગોલ હતો. હંગોલ બહાદુર રાજા હતો. પરંતુ તેના દરબારીઓ તેને પસંદ નહોતા કરતા.

રાજાના વજીરે રાજાને કેટલીય લત લગાવી દીધી અને તેના પર બીજા અનેક પ્રકારના વ્યસનના રવાડે ચડાવી દીધો. જેના કારણે કબિલાના લોકો નારાજ થઈ ગયા, પછી તેઓએ રાજાને સુધારવા માટે માતાજીને પ્રાર્થના કરી. માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી. આ રીતે કબિલાની લાજ રહી ગઈ. ત્યારથી હિંગળાજ માતા કહેવાવા લાગ્યા.

માતા સુધી પહોંચવાનો રસ્તો છે ખૂબ જ અઘરો: મુસ્લિમોનું માનવું છે કે નાનીના મંદિર સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ અઘરો છે, પથરાળ અને પાકા રસ્તાઓમાંથી થઈને માતાના મંદિર સુધી પહોંચવું પડે છે પરંતુ કહેવાય છે કે જે કોઈ માતાના દરબારમાં જાય છે. , તે ખાલી હાથે પાછો નથી ફરતો. મુસ્લિમો પણ માતાજીમાં આસ્થા ધરાવે છે, તેઓ આ ધાર્મિક યાત્રાને નાનીની હજ અને નાનીનું મંદિર કહે છે.