નીમ કરોલી બાબાના ચમત્કારની જાણો અલૌકિક કહાનીઓ, જયારે બાબાના સ્પર્શ માત્રથી ઝળકી ઉઠી હતી બત્તીઓ

આધ્યાત્મિક સંત, મહાન ગુરુ અને દીવ્ય્દશી નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. બાબાના ભક્તો ફક્ત દેશમાં જ નહી પરંતુ દુનિયાભરમાં છે અને મોટા- મોટા નામચીન લોકો પણ બાબાની ભક્તિમાં શ્રદ્ધા રાખે છે. જણાવી દઈએ કે દેશના પ્રધાનમંત્રીથી લઈને એપ્પલ કંપનીના સીઈઓ અને ફેસબુકના સંસ્થાપક જેવી હસ્તીઓ પણ બાબાના ભક્ત છે.

બાબા ભલે પોતાને સાધારણ વ્યક્તિ જણાવે અને ભક્તોને પગે પણ નથી લાગવા દેતા પરંતુ ભક્તો તેમને આ યુગના દિવ્ય પુરુષ મને છે. બાબાનો જન્મ ઉત્તરપ્રદેશના એક ગામમાં ૧૯૦૦ નજીક થયો હતો. કહેવામાં આવે છે કે ૧૭ વર્ષની ઉંમરમાં જ બાબાને જ્ઞાનની પ્રાપ્તિ થઇ ગઈ હતી. બાબાનું જીવનકાળ અને તેમની મૃત્યુ થયા પછી પણ ભક્તોએ અલૌકિક અને દિવ્ય ચમત્કારોનો અનુભવ કર્યો છે. બાબાના આ ચમત્કારોની વાતો તમે જાણીનને હેરાન થઇ જશો.

જ્યારે શિપ્રાનું જળ બની ગયું ઘી: બાબા નીમ કરોલીનું ધામ કૈંચી ધામમાં ઘણીવાર ભંડારા યોજાતા હતા જે આજ સુધી ચાલુ છે. એક વખત ભંડારા માટે ઘીની અછત હતી. તેવી સ્થિતિમાં નોકરો પરેશાન થઈ ગયા. બધા બાબા પાસે ગયા અને તેમને ભંડારમાં ઘીની અછતની સમસ્યા વિશે જણાવ્યું. બાબાએ કહ્યું કે ભોજનમાં ઘીની જગ્યાએ શિપ્રાનું પાણી નાખો.

બાબાએ કહ્યું શું શિપ્રાનું પાણી ઘીથી ઓછું છે બાબાના સેવકોએ પણ તેમના આદેશનું પાલન કર્યું અને કૈંચી ધામની બાજુમાં વહેતા શિપ્રામાંથી પાણી લાવીને તેનો ઉપયોગ ભોજન માટે કર્યો પરંતુ તે પાણી ઘીમાં પરિવર્તન થઇ ગયું.

બાબાના ચમત્કારથી અટકી ગયો વરસાદ: હનુમાનગઢી મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન એક દિવસ ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ ખૂબ ભારે હતો અને અટકવાનું નામ લેતો ના હતો. ત્યારે નીમ કરોલી બાબા બહાર આવ્યા અને આકાશ તરફ કાળા પાણી ભરેલા વાદળો જોઈને બોલ્યા આ બહુ ઉગ્ર છે, બહુ ઉગ્ર છે!

પછી ઉપર જોઈને બાબાએ પોતાના બંને હાથ વડે પોતાની વિશાળ છાતી પરથી ધાબળો દૂર કર્યો અને થોડી ગર્જના સાથે બોલ્યા ‘पवन तनय बल पवन समाना’ બસ આટલું બોલીને ઝડપી પવને વાદળો ઉડાડી દીધા અને વરસાદ બંધ થઈ ગયો. બાબાના આ ચમત્કારથી આકાશ પણ સાફ થઈ ગયું.

બાબાના સ્પર્શથી પ્રગટી ગયા દીવા: એકવાર ભૂમિયાધારમાં કેટલીક માતાઓ બાબાની પૂજા કરવા આવી હતી પરંતુ તે દિવસે બાબા આશ્રમમાં હતા નહી. બાબા મોટર રોડના પ્રવેશદ્વાર પર બેઠા હતા. ત્યાર પછી બધી માતાઓ બાબાની પૂજા અને દર્શન માટે ત્યાં જવાનો વિચાર કરવા લાગી પરંતુ બાબાએ તેમને દૂરથી હાથ હલાવીને પાછા ફરવાનો સંકેત આપ્યો.

બાબાજી પાસે ગુરુ દત્ત શર્મા પણ બેઠા હતા. મહિલાઓને નિરાશ જોઈને તેમણે બાબાને દર્શન આપવાની પ્રાર્થના કરી. બાબા તેમની વિનંતી પર સંમત થયા અને માતાઓને અનુમતિ આપી અને ઝડપથી પૂજા કરીને જવા કહ્યું.

મહિલાઓ પૂજા કરવા લાગી પરંતુ આરતી માટે માચીસ લાવવાનું ભૂલી ગયા હતા. માતાઓએ આ સમસ્યા બાબાની પાસે બેઠેલા ગુરુ દત્ત શર્માને જણાવી પરંતુ તેમણે તેમની મદદ કરવામાં અસમર્થ હતા. ત્યારે બાબાએ દિવેટ હાથમાં લીધી અને ‘ठुलिमां ठुलिमां’ કહેતા હાથ હલાવવા લાગ્યા અને તરત જ દિવેટો પ્રગતી ગઈ. આ દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)