એક જ દિવસમાં ચમકી જશે સુતેલું ભાગ્ય, નિયમિત સ્નાન પછી કરવું પડશે બસ આ કામ

હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનને જળ ચઢાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે નિયમિત સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને સંપૂર્ણ જળ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને સૂર્યની જેમ ચમકવા લાગે છે પરંતુ શાસ્ત્રોમાં સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું ધ્યાન રાખવામાં ના આવે તો સૂર્ય ભગવાન નારાજ થઈ જાય છે.

મોટાભાગના લોકો સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવે છે પરંતુ કેટલીકવાર તેમની થોડી ગેરસમજને કારણે તેમને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું. કહેવાય છે કે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી અનેક લાભ થાય છે પરંતુ એ લાભ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય ભગવાનને યોગ્ય રીતે જળ ચઢાવવામાં આવે.

સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતા રાખો આ બાબતોનું ધ્યાન: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે તાંબુ સૂર્યની ધાતુ છે. જો તમે સવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી રહ્યા હોવ તો અક્ષત, રોલી, ફૂલ વગેરેને પાણીમાં સામેલ કરો. પૂર્ણ અર્ઘ્ય આપવાથી જ સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

જણાવી દઈએ કે જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી રહ્યા છો, તો જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરતા રહો. એવું માનવામાં આવે છે કે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે નીકળતા પાણીના પ્રવાહમાં સૂર્યના કિરણો જોવાથી આંખોની રોશની તેજ બને છે. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જમીન પર પડેલું પાણી માથા પર લગાવો. તેમ કરવાથી સૂર્ય ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.

સૂર્યદેવને આત્માના કારક માનવામાં આવે છે. સુર્યદેવની સાચ્ચા મનથી પૂજા- અર્ચના કરવાથી વ્યક્તિને માન- સન્માનની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જે જાતકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેમના તમામ સરકારી કામ વારંવાર અટકી જાય છે. ધંધામાં નુકસાન થાય અને ઓફિસમાં અન્ય લોકો સાથે અણબનાવ થાય છે.

સૂર્યદેવને નિયમિત રીતે જળ ચઢાવવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય દેવ બળવાન થાય છે. કહેવાય છે કે સુર્યદેવની પૂજા કરવાથી શત્રુઓ અને રોગોનો નાશ થાય છે. સાથે જ ભયથી મુક્તિ મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)