સાથે મળીને કેટલું કમાઈ લે છે પ્રિયંકા અને તેના પતિ નિક? તમે વિચારી પણ નહીં શકો

આજની તારીખમાં આપણે જો એવા બે મોટા સ્ટાર્સ વિશે વાત કરીએ જે દરેક બાબતમાં ટોચ પર હોય, તો તેમના નામ છે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ. પ્રિયંકા ચોપરા એક લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે, જ્યારે તેના પતિ નિક જોનાસ એક અમેરિકન ગાયક, સંગીતકાર, લેખક છે જે દરેકને પસંદ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એટલી બધી કમાણી કરે છે જે આપણા અને તમારા વિચારો કરતા પણ ઘણી વધારે છે. આજના આર્ટિકલમાં અમે તમને તેમની કમાણી વિશે જણાવીશું.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની કમાણી: દુનિયાના ટોપ સ્ટાર્સમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું નામ પણ આવે છે અને આ કપલ લગભગ બે વર્ષથી સાથે છે. તેણીએ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી છે, પ્રિયંકા બોલીવુડમાં સક્રિય છે, તો તે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની છાપ છોડી રહી છે.

નિક જોનસ પણ પોતાના કામમાં ખૂબ જ એક્સપર્ટ છે અને બંને અત્યારે ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. એક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે બંનેની નેટવર્થ ૭૩૪ કરોડ રૂપિયા જેટલી છે અને આ નાની રકમ નથી, તે તો તમે પણ જાણો છો.

ફોર્બ્સ અનુસાર, પ્રિયંકા ચોપરાની કુલ સંપત્તિ ૨૩.૭ કરોડ રૂપિયા છે અને તે સ્ટેજ પર્ફોર્મન્સ માટે પાંચ કરોડ રૂપિયા લે છે અને તેની ફિલ્મમોમાં ફીસ આઠ કરોડ રૂપિયા છે. તે ઘણી મોટી બ્રાન્ડની એમ્બેસેડર છે જેમાંથી તે સારી કમાણી કરે છે. બીજી તરફ જો નિક જોનસની વાત કરીએ તો તેની નેટવર્થ $ ૨૫ મિલિયન છે, જે ઘણી મોટી રકમ છે.

બંને પતિ- પત્નીએ હાલમાં જ એક મોટો બંગલો બનાવ્યો છે જે અમેરિકાના લોસ એન્જલસમાં આવેલો છે અને તેની કિંમત લગભગ ૧૪૪ કરોડ રૂપિયા છે. પ્રિયંકાની ભારતમાં કરોડોની સંપત્તિ છે જેમાં તેનો બંગલો અને ફ્લેટ સામેલ છે. પ્રિયંકા ચોપરાના કામની વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૦૦ માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો અને વર્ષ ૨૦૦૨ માં તેણે ફિલ્મ ધ હીરોથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પછી પ્રિયંકાએ દોસ્તાના, બરસાત, ડોન, ડોન- ૨, ક્રિશ, ફેશન, બરફી, ગુંડે, અંદાજ, ઐતરાઝ, મેરી કોમ, મુઝસે શાદી કરોગી, અગ્નિપથ, સાત ખૂન માફ, બાજીરાવ મસ્તાની, શૂટઆઉટ એટ વડાલા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે વેન્ટિલેટર, બેવોચ, ધ જંગલ બુક, ઇઝ ઈટ રોમેન્ટિક જેવી ઘણી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત પ્રિયંકા ચોપરા હોલિવુડની લાસ્ટ ટાઈમ ધ સ્કાય ઈઝ પિંકમાં પણ જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અવારનવાર તેમની સુંદર પળોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે અને લોકો તેમના દ્વારા પોસ્ટ કરાયેલ કોઈપણ વીડિયો અને તસવીરને પસંદ કરે છે.