મોબાઈલ રિપેરિંગની દુકાન, બે રૂમનું મકાન.. એક ‘આમ આદમી’એ CM ને આ રીતે હરાવી દીધા

પંજાબમાં આમ આદમી પાર્ટની એવી લહેર હતી કે સીએમ ચરણજીત ચન્ની નારાજ પણ બે જગ્યાએથી ચૂંટણી હારી ગયા. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની શ્રી ચમકૌર સાહિબ અને ભદૌરથી તેમની બંને બેઠકો હારી ગયા છે. સામાન્ય માણસે હરાવ્યા સીએમ ચન્નીને: ભદૌરમાં એક સામાન્ય વ્યક્તિએ સીએમ ચન્નીને રાજકીય હાર આપી છે.

આમ આદમી પાર્ટીએ લાભ સિંહ ઉગોકેને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. લાભ સિંહે પ્લમ્બરનો કોર્સ કરેલો છે અને મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. તેમની પાસે કુલ ૭૫ હજાર રોકડ છે. ગરીબ પરિવાર સાથે જોડાયેલા યુવાન લાભ સિંહ ઉગોકે સીએમ ચન્નીને ૩૭૫૦૦ વોટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે.

સીએમ ચરણજીત સિંહ ચન્ની પાસે ૭ કરોડ ૯૭ લાખ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. સીએમ ચન્નીની પત્ની કમલજીત કૌર પણ ૪ કરોડ ૧૮ લાખ અને ૪૫ હજાર રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિની માલિક છે. ચન્ની અને તેમની પત્ની કમલજીત કૌર પાસે ફોર્ચ્યુનર ગાડી છે. ચન્ની પાસે ૪ કરોડ રૂપિયાથી વધુની કિંમતના રહેણાંક મકાન છે.

જ્યારે પત્ની પાસે પણ બે કરોડ ૨૭ લાખ ૮૫ હજાર રૂપિયાની રહેણાંક જગ્યા છે. બીજી તરફ AAP ઉમેદવાર લાભ સિંહ ઉગોકે, જેમણે CM ચન્નીને હરાવ્યા હતા, તેમની પાસે માત્ર ૭૫ હજાર રૂપિયા રોકડા અને ૨૦૧૪ મોડલનું જુનું બાઇક અને બે રૂમનું ઘર છે.

કોઈ પણ ભોગે નહીં બદલું જમીર: લાભસિંહ ઉગોકે કહ્યું કે મને પીછેહઠ કરવા માટે પાંચ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, જેનો ઓડિયો મારી પાસે છે. લાભ સિંહ ઉગોકે કહ્યું કે તેઓ સિસ્ટમ બદલવાની લડાઈ લડી રહ્યા છે, કોઈ પણ ભોગે પોતાનો અંતરાત્મા બદલવાના નથી, કારણ કે ઝુપડીવાળાઓની લડાઈ મહેલવાળા લોકો સાથે હતી, પરંતુ ભદૌરના લડાયક લોકોએ મૂડીવાદી ચન્નીને ભારે બહુમતીથી હરાવ્યા છે અને ૧૯૫૨ ના ઇતિહાસનું પુનરાવર્તન થયું છે.

સંભળાવી ૧૯૫૨ ની વાત: તેમણે કહ્યું કે ૧૯૫૨ માં ગરીબ માનસ અર્જન સિંહ એક રાજા સામે ચૂંટણી લડી રહ્યા હતા. અર્જન સિંહ બળદગાડા પર પ્રચાર કરતો હતો પરંતુ રાજા પાસે તમામ સાધનો હતા અને તે સમયે રાજાએ તેની ચૂંટણી પાછળ એક લાખ રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ ભદૌરની પ્રજાએ અર્જન સિંહને જીત અપાવી અને રાજાને હરાવીને તેનો અહંકાર તોડી નાખ્યો હતો. આ વખતે પણ ભદૌરમાં આવું જ થયું છે અને તેઓ દિલ્હી મોડલની જેમ હવે તેઓ ભદૌરનો વિકાસ કરશે.

પિતા મજૂર, માતા વર્ગ ચારના કર્મચારી: લાભ સિંહનો પરિવાર ખુબ જ સાધારણ છે. બે રૂમના મકાનમાં રહેતા લાભ સિંહની માતા સરકારી શાળામાં ક્લાસ ફોરના કર્મચારી છે જ્યારે કે તેમના પિતા ખેત મજૂર છે. તેમની પત્ની ગૃહિણી છે અને તેમને બે બાળક છે. લાભ સિંહ છેલ્લા દસ વર્ષથી AAP સાથે જોડાયેલા છે. તેઓ ભગવંત માનની નજીકના છે.