આ ચાર વસ્તુઓ પર્સમાં ભૂલથી પણ ના રાખવી, નહીંતર ઉઠાવવી પડે છે મુશ્કેલીઓ.. જાણો

દરેક વ્યક્તિ પોતાની સાથે એક પર્સ રાખે છે, જેમાં પૈસાની સાથે બીજી ઘણી વસ્તુઓ એવી રીતે રાખવામાં આવે છે જે આપણા માટે જરૂરી હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં તેવી અનેક અગત્યની બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે, જે જીવનને પ્રભાવિત કરે છે. તેમાંથી એક છે વાસ્તુશાસ્ત્ર.

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે આપણી આસપાસની વસ્તુઓ વ્યક્તિના જીવન પર કેવી સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના ખિસ્સામાં પર્સ રાખે છે પરંતુ આ પર્સમાં પૈસા સિવાય પણ ઘણી વસ્તુઓ રાખવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂલીથી પણ આપણે પર્સમાં અમુક વસ્તુઓને ના રાખવી જોઈએ. આ એવી વસ્તુઓ છે જેને રાખવી ખૂબ જ અશુભ હોય છે. જો તમે તે અમુક વસ્તુઓને તમારા પર્સમાં રાખો છો, તો તમારા સાથે નકારાત્મક ઘટનાઓ થતી રહે છે.

જેના કારણે ઘણાને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ? જેને ભૂલથી પણ પર્સની અંદર ના રાખવી જોઈએ.

ભગવાનનો ફોટોઃ તમને જણાવી દઈએ કે પર્સમાં ક્યારેય પણ ભગવાનનો ફોટો ના રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ભગવાનની તસવીર રાખવાથી કોઈપણ વ્યક્તિ પર દેવાનો બોજ વધી શકે છે. આ કારણે તેમને તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે.

મૃતક સંબંધીઓ કે સંબંધીઓની તસવીરો ના રાખવી, ઘણી વાર એવું બને છે કે તમારા મૃત સ્વજનોની તસવીરો ક્યારેય પર્સમાં ના રાખો. વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણે જે પર્સમાં પૈસા રાખીએ છીએ, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે, તેથી જો માતાજી પોતાની જગ્યાએ કોઈ અન્યને જુએ તો તે ત્યાંથી અંતર બનાવી લે છે. આવી સ્થિતિમાં પર્સમાં મૃત સ્વજનોની તસવીરો રાખવી એ વાસ્તુ દોષ છે. જો તમે આ કરો છો તો તમારે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચાવી ના રાખો, પર્સની અંદર કોઈપણ પ્રકારની ચાવી કાયમી ધોરણે ના રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. જો તમે પર્સમાં ચાવી રાખો છો, તો તમારે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના કારણે ઘણી નાણાકીય સમસ્યાઓ સહન કરવી પડે છે.

જુના બિલ: સામાન્ય રીતે એવું હોય છે કે જો આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ તો તેનું બિલ લાંબા સમય સુધી પર્સમાં રાખતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં જો તમે જૂના બિલને લાંબા સમય સુધી પર્સમાં રાખો છો તો તેને અશુભ માનવામાં આવે છે.