પોતાની રાશિ અનુસાર પહેરો આ રંગના કપડા, દરેક કામમાં મળશે સફળતા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિના એક સ્વામી ગ્રહ હોય છે. તેનાથી જોડાયેલ કેટલાક ખાસ ઉપાયો તે રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ અનુસાર કપડા પહેરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ કયા રંગના કપડા પહેરવા જોઈએ.

મેષ: મેષ રાશિના સ્વામી મંગળ છે અને તેમનો પ્રિય રંગ લાલ છે. એટલા માટે આ રાશિના જાતકોએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ અને કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

વૃષભ: વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રને સફેદ રંગ પસંદ છે. એટલા માટે આ રાશિના જાતકોએ ગુલાબી, ક્રીમ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. આ રાશિના જાતકોએ લાલ રંગના કપડા બિલકુલ ના પહેરવા જોઈએ.

મિથુન: મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે અને તેમનો પ્રિય રંગ લીલો છે. એટલા માટે આ રાશિના જાતકોએ લીલા રંગના કપડા પહેરવા જોઈએ. આ રંગના કપડા પહેરવાથી દરેક કામમાં સફળતા મળે છે.

કર્ક: કર્ક રાશિના સ્વામી પણ શુક્ર ગ્રહ છે. એટલા માટે આ રાશિના જાતકોએ પણ ક્રીમ અને સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. તે સિવાય પીળા રંગના કપડા પણ તમારા માટે શુભ રહેશે.

સિંહ: આ રાશિના સ્વામી સૂર્યદેવ છે. આ રાશિના જાતકોએ હંમેશા લાલ અને નારંગી રંગના કપડા પહેરવા જોઈએ. તે સિવાય સદેફ અને પીળા રંગના કપડા પણ પહેરી શકો છો. તેનાથી તમારા માન- સન્માનમાં વધારો થશે.

કન્યા: કન્યા રાશિના સ્વામી પણ બુધ છે. એટલા માટે આ રાશિના જાતકોએ લીલા રંગના કપડા પહેરવા જોઈએ. લીલા રંગના કપડા પહેરવાથી બુધ ગ્રહ અને મજબૂત થાય છે.

તુલા: તુલા રાશિના જાતકોએ ગુલાબી, સફેદ અથવા કોઈ પણ હલકા રંગના કપડા પહેરવા જોઈએ. આ રાશિના જાતકોએ કાળા અથવા ઘાટ્ટા રંગના કપડા પહેવારથી બચવું જોઈએ.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના સ્વામી મંગલ છે એટલા માટે આ રાશિના જાતકોએ કોઈ શુભ કાર્યમાં જતા સમયે લાલ, પીળા અથવા લાલ રંગના શેડ વાળા કપડા જ પહેરવા જોઈએ.

ધન: ધન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે અને આ રાશિથી જોડાયેલ જાતકો માટે પીળો રંગ અત્યંત શુભ સાબિત થાય છે. કોઈ નવા કામની શરૂઆત કરો છો તો પીળા રંગના કપડા જ પહેરવા જોઈએ.

મકર: મકર રાશિના સ્વામી શનિદેવ છે. એટલા માટે આ રાશિના જાતકોએ હંમેશા વાદળી રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. કુંભ: કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. એટલા માટે આ રાશિના જાતકોએ પણ વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ.

મીન: મીન રાશિના સ્વામી પણ ગુરુ બૃહસ્પતિ છે. આ રાશિના જાતકોએ પણ હંમેશા સોનેરી અથવા પીળા રંગના કપડા પહેરવા જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)