આજનું રાશિફળ ૨૨ ડિસેમ્બર ગુરુવાર, ચાર રાશિના ઘરમાં રહેશે ખુશીઓનો માહોલ, જયારે કે આમને રહેશે ચિંતા

RELIGIOUS

અમે તમને ૨૨ ડિસેમ્બર ગુરુવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માગો છો કે આજનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો વાંચો રાશિફળ ૨૨ ડિસેમ્બર ૨૦૨૨

મેષ: મેષ રાશિના જે  કામ કરતા જાતકોએ નોકરીમાં બદલાવ જોઇને અને સંભાળીને કરવો જોઈએ. ઉતાવળમાં લીધેલા નિર્ણયો માટે પાછળથી પસ્તાવું પડી શકે છે. વ્યાપારીઓને કામના સંબંધમાં દૂરની મુસાફરી કરવી પડી શકે છે તે સ્થિતિમાં મુસાફરી કરવાથી ડરશો નહીં મુસાફરી તમારા નેટવર્ક પણ વધારશે. યુવાનો દ્વારા અધૂરા રહી ગયેલા કામોને પૂર્ણ કરવા માટે આજે યોગ્ય સમય છે તેથી આળસ કર્યા વગર કાર્ય પૂર્ણ કરવાનું શરૂ કરો. આખા પરિવાર સાથે મળીને ઘરમાં સાંજની પૂજા અને આરતી કરો તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે. બિનજરૂરી ચિંતા કરવાથી બચો નહીંતર બીપી વધી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો તેથી તમારા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવાનો પ્રયાસ કરો.

વૃષભ: આ રાશિના જાતકોને તેમના બોસ અને ઉચ્ચ અધિકારીઓ પર વધુ વિશ્વાસ કરશે જેના કારણે તેઓ તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી સોંપી શકે છે ખુશીમાં આવીને વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે. ડેકોરેશનની વસ્તુઓનું વેચાણ કરતા વ્યાપારીઓ આજે સારો નફો કમાઈ શકશે જો તે સામાનની ડિસ્પ્લે રાખશે તો વેચાણ વધુ થઈ શકે છે. યુવાનોએ પોતાના મનમાંથી ખુશી ઓછી ના થવા દેવી અને પૂરા ઉત્સાહથી કામ કરતા રહેવું અને નિરાશાને આવવા દેવી નહિ. તમારા પ્રિયજનો પર વિશ્વાસ કરો નહીંતર સંબંધો ખૂબ જ નાજુક હોય છે તેને તોડવામાં સમય નથી લાગતો. કામની સાથે આરામ પણ જરૂરી છે તેથી પૂરતી ઊંઘ લો. અનિદ્રા અનેક રોગોને આમંત્રણ આપી શકે છે. તમારી બુદ્ધિમત્તાની મદદથી તમે ઘણા કાર્યો પૂર્ણ કરી શકશો.

મિથુન: મિથુન રાશિના જાતકો સહકર્મીઓ અને કર્મચારીઓને બદલે સ્વભાવથી પરેશાન રહેશે. લક્ષ્ય આધારિત કામ કરતા જાતકો પર બોસનું દબાણ રહેશે. લગ્નની સિઝન આવી ગઈ છે તેથી વ્યાપારીઓએ માલનો સ્ટોક જાળવી રાખવો જોઈએ જેથી કોઈ ગ્રાહક પાછો ના જાય. જો પરિવારમાં લગ્ન કરવા યોગ્ય સંતાન હોય તો તેના માટે સંબંધ આવી શકે છે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પિતા સાથે તાલમેલ બનાવીને ચાલો. તેમની સાથે મતભેદ કરવો યોગ્ય રહેશે નહીં. સ્વસ્થ અને ફિટ રહેવા માટે સરળ અને પૌષ્ટિક આહાર લો અને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને નોનવેજ ખાવાનું ટાળો. તે ખોરાક સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા ઈચ્છો છો અથવા કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ હનુમાનજી તમારું કાર્ય પૂર્ણ કરશે.

કર્ક: આ રાશિના જાતકોએ પોતાનું ભૌતિક સ્તર ઊંચું કરવાના પ્રયત્નો કરો. મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે પોતાના મનને શાંત રાખો. વ્યાપારી કોઈ પણ કામમાં ઉતાવળ ના કરો. કારણ કે ઉતાવળમાં કરેલ કામ બગડી શકે છે જેના કારણે અડચણો ઉભી થઇ શકે છે. શોધ અને અનુસંધાનના કાર્ય સાથે જોડાયેલા યુવાનોને તેમના કાર્યમાં સફળતા મળશે. તે સફળતા તેમને આગળ લઈ જવાનું કામ કરશે. તમારા પરિવારમાં નાના મહેમાનના આગમનની સંભાવના બની રહી છે. ગર્ભવતી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. અસ્થમાના દર્દીઓએ ધૂળવાળી જગ્યાએ જતા પહેલા માસ્ક પહેરવું જ જોઈએ. આજે તમારે સાવધાન રહેવું પડશે. તમારી વક્તૃત્વ અદ્ભુત છે અને લોકો તમારી શૈલીથી હંમેશા પ્રભાવિત રહેશે. તમારી તે વિશેષતાને જાળવી રાખો.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે તેમના સાથીદારો પર શંકા કરવી તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સહકર્મી છે તો વિશ્વાસ કરવામાં કશું જ નથી નુકસાન. વ્યાપારને લઈને સાવધાન રહો તે દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી તમને ભારે પડી શકે છે. યુવાનોએ અનુશાસનહીન ના થવું જોઈએ. અનુશાસનહીનતાના કારણે તેમનું કાર્ય બગડી શકે છે પછી પસ્તાવા સિવાય કંઈ જ બચશે નહીં. સ્વચ્છ ઘરમાં જ લક્ષ્મીજીનો વાસ હોય છે સાથે જ આપણે પણ સ્વસ્થ રહીએ છીએ તેથી ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. લેપટોપ અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળો અને તમારી આંખોનું ધ્યાન રાખો. જો તેના પર કામ જરૂરી હોય તો વચ્ચે થોડો સમય આરામ કરો. સમયની કિંમત સમજીને બીજાની પડખે બેસી રહેવા કરતાં પોતાને સમય આપવો અને પોતાના ભવિષ્ય વિશે વિચારવું વધુ સારું છે.

કન્યા: આ રાશિના જાતકોએ પોતાના ઓફિસના કામ સમયસર પૂરા કરવા જોઈએ અને તેમની યાદી તૈયાર કરવી જોઈએ. તમારા બોસ કોઈ પણ સમયે તમારા કામની વિગતો લઈ શકે છે. વ્યાપારમાં ભાગીદાર સાથે પૈસાની લેવડદેવડમાં પારદર્શિતા હોવી જોઈએ. જૂના રોકાણ પર પણ ખાસ નજર રાખવી પડશે. યુવાનો માનસિક અને શારીરિક રીતે સક્રિય દેખાશે. તમારી આ પ્રવૃત્તિ હંમેશા જાળવી રાખો. પ્રિયજનોની વાતો તમને પરેશાન કરી શકે છે તેમણે જે પણ કહ્યું છે તેમાં તમારું ભલું જ છુપાયેલું હશે. તેથી તેમની વાતોને દિલ પર ના લો અને શાંત રહો. જો વારંવાર પગમાં દુખાવો અને થાક રહેતો હોય તો તમારામાં કેલ્શિયમની અછત રહી શકે છે. તેની તપાસ કરાવો. દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો દરેક પ્રયાસ કરવો જોઈએ તો જ તમે બધાના પ્રિય બની શકશો.

તુલા: તુલા રાશિના જાતકોને અટકેલ પ્રમોશન મળવાની સંભાવના છે. ઓફીસના વરિષ્ઠ અધિકારીઓ તરફથી માર્ગદર્શન મળશે. ધંધાના શરૂવાતના તબક્કામાં વ્યાપારીઓને પૈસાની તંગી રહેશે તેથી ધૈર્ય રાખો થોડા સમય પછી કામ ચાલુ થશે તો આવક થશે. યુવાનો પરીક્ષાઓમાં સફળતા મેળવતા જણાય છે તેથી તમારા પ્રયત્નો ચાલુ રાખો અને સખત મહેનત કરવામાં કોઈ કસર છોડશો નહીં. જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને વધવા ના દો અને તેને શાંત કરો. નાની નાની વાતોને માન ના આપવું જોઈએ. જે જાતકો વિવિધ રોગોથી પીડિત છે અને દવાઓનું સેવન કરે છે તેમને સમયસર દવાઓ લેવાનું ના ભૂલવુ જોઈએ. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે જેના કારણે તમારે ઘરે સમય પસાર કરવો પડશે.

વૃશ્ચિક: આ રાશિના જાતકોનો તેમના બોસ સાથે સારો તાલમેલ રહેશે. આ તાલમેલ તમારી સફળતાનો માર્ગદર્શક બનશે. વ્યાપારીઓએ વ્યાપાર લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. જૂના વ્યાપારની સાથે- સાથે નવા વ્યાપારની યોજના પણ બનાવી શકો છે. યુવાનો પાસે બુદ્ધિ કૌશલ્ય છે પરંતુ આ બુદ્ધિનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે ના કરો. ઘરના બગડતા વાતાવરણથી તમે ચિંતિત રહી શકો છો પરિવારનો ભાગ હોવાને કારણે ઘરનું વાતાવરણ સુધારવાનો પ્રયાસ કરવો તમારી ફરજ છે. પેટ સંબંધિત રોગોના કિસ્સામાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે અને તે માટે તમારે સૌથી પહેલા તમારા આહાર પર ધ્યાન આપવું પડશે. તમે તમારી સમસ્યાઓના નિરાકરણ માટે સરકારનો સહયોગ મેળવી શકશો. તે સહયોગથી જ સમસ્યાનું સમાધાન થશે.

ધન: ધનુ રાશિના જાતકોએ નિઃશંકપણે સખત મહેનત કરવી પડશે પરંતુ સફળતા પણ ત્યારે જ મળશે જ્યારે તમે સખત મહેનત કરશો તેથી સખત મહેનત કરવાથી પાછા ના પડો. વ્યાપારીઓને વિદેશી દેશો સાથે સંબંધિત વ્યાપારમાં મોટો નફો મળશે જેના કારણે તેઓ આજે ખૂબ જ ખુશ રહેશે. યુવાનોએ પણ પૂજા માટે સમય કાઢવો પડશે. પૂજામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. જો પરિવારમાં કોઈ યુવક કે યુવતી લગ્ન કરવા યોગ્ય હોય તો તેમના સંબંધ નિશ્ચિત થઈ શકે છે. માથાનો દુખાવો અથવા માઇગ્રેનનો હુમલો થઈ શકે છે તેથી કોઈ પણ સમસ્યાની બાબતમાં ડૉક્ટરની સલાહ લો.

મકર: આ રાશિના જાતકો ઓફિસના કામને આગળ ધપાવવા માટે ત્યાંની ટીમની મદદ લઈ શકે છે. ટીમની મદદ મળતા જ કામ સરળતાથી પૂરા થઈ જશે. ધંધો સાવધાનીથી કરવો જોઈએ. મોટો સ્ટોક સમજી- વિચારીને ડમ્પ કરવો જોઈએ નહીં તો માલ પણ ફસાઈ શકે છે. યુવાનોને કેટલાક વિદ્વાન લોકો સાથે રહેવાનો અવસર મળશે. તેમની સંગતમાં રહીને જ તેમને થોડું માર્ગદર્શન મળશે. પરિવારમાં દરેક સાથે બેસીને ભોજન કરવાની પરંપરા બનાવવી જોઈએ. તેમ કરવાથી પ્રિયજનો વચ્ચે પ્રેમ વધશે. તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે તમારે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની સાથે- સાથે તમારા આહારમાં સુધારો કરવો પડશે. આજાણ્યામાં થયેલ ભૂલો પણ તમને શરમમાં મૂકી શકે છે તેથી કોઈ પણ કામ વિચાર્યા વગર ના કરો જેથી ભૂલ થવાની કોઈ શક્યતા ના રહે.

કુંભ: કુંભ રાશિના જાતકોને ઓફિસમાંથી નવા કામની જવાબદારી મળી શકે છે તેથી ઉપરી અધિકારીઓથી લઈને નાના અધિકારીઓ સુધી દરેક સાથે સારો વ્યવહાર રાખો. મેડિકલ સાથે જોડાયેલા વ્યાપારમાં નફો થવાની સંભાવના છે. તમારે તમારું ધ્યાન વ્યાપારમાં કેન્દ્રિત કરવું જોઈએ. મોટા ભાઈઓ સાથે તમારા સંબંધો સુધારવાનો પ્રયાસ કરો. તેમને મળવા જાઓ અને સાથે બેસીને પરિવાર વિશે વાત કરો. સમય કાઢો અને તમારા પ્રિયજનોને સમય આપો. તેમની સાથે બેસીને તેમની સાથે સમય પસાર કરવાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો. જો તમે બીપીના દર્દી છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. માનસિક તણાવ તમારા માટે ઘાતક છે તેથી વ્યર્થમાં કોઈ વાતની ચિંતા ના કરો. તમારા મનમાં કોઈ વાતનો પછતાવો રહી શકે છે. ધ્યાન અને યોગ તમારા માટે યોગ્ય રહેશે તેનાથી તમને શાંતિ મળશે.

મીન: આ રાશિના જાતકો જે નવી નોકરી શોધી રહ્યા છે તેમને જલ્દી જ ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે. વ્યાપારીઓની સતત સફળતાને કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. યુવાનોએ માનસિક રીતે ખૂબ સક્રિય રહેવું પડશે તો જ તે સમયસર કાર્ય પૂર્ણ કરી શકશે. પરિવારમાં પ્રિયજનો તરફથી મનગમતી ભેટ મળી શકે છે ભેટ મળ્યા પછી ચહેરા પર ખુશીની લાગણી જોવા મળે તે સ્વાભાવિક છે.

સ્વાસ્થ્યમાં આજે થોડી નબળાઈ આવી શકે છે જેના માટે વધારે ચિંતા કરવાની નથી જરૂર. ગુપ્ત દુશ્મનોથી સાવધ રહો કારણ કે તેઓ તમને પરોક્ષ રીતે નુકસાન પહોંચાડી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *