છ ઘર, કરોડોની જ્વેલરી.. આટલા રઈસ છે જાડેજાના પત્ની રિવાબા, જાણો ખજાનામાં શું શું છે સામેલ

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ચર્ચામાં રહેતા હોય છે. રિવાબા પોલીટીકલ લીડર છે અને તેમને ૨૦૨૨ માં ગુજરાત વિધાનસભાના ઇલેકશનમાં BJP એ ટિકિટ આપેલી અને મોટી જિત થતા ધારાસભ્ય બની ગયા છે. ત્યાર પછી એ સતત ચર્ચામાં ચાલી રહ્યા છે. રીવાબા એક નેતા હોવા ઉપરાંત સામાજિક કાર્યકર છે અને ફૂડ બિઝનેસમાં પણ છે, જેમાં રીવાબા રેસ્ટોરન્ટ ચલાવે છે. રાજકોટમાં જડ્ડુ ફૂડ ફિલ્ડ રેસ્ટોરન્ટમાં એમની પાસે 50 ટકા હિસ્સો છે

લકઝરીયસ લાઈફ જીવતા રીવાબા પતિ રવિન્દ્ર જાડેજાની જેમ ખૂબ જ લોકપ્રિય છે. ૨૦૨૨ ના ઇલેકશનમાં એમણે ઈલેકશન કમિશનને સોગંદનામું આપ્યું હતું જેમાં તેમણે પોતાની પ્રોપર્ટીની વિગતો પણ આપી હતી. જેમાં એમણે પોતાની કુલ પ્રોપર્ટી અને જવેલરી વગેરે વિશે જણાવ્યું છે.

રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ૩૩ વર્ષના છે. તેમનો જન્મ ૨ નવેમ્બર ૧૯૯૦ ના રોજ રાજકોટમાં થયો હતો. રિવાબાએ જીટીયુ અમદાવાદમાંથી બીઈ મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. પછી એમણે રાજનીતિની દુનિયામાં પોતાના પગ જમાવ્યા અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય પણ બની ગયા છે.

રિવાબાએ ઇલેકશનમાં પોતાના એફિડેવિટમાં માહિતી આપી છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્રની કુલ પ્રોપર્ટી ૯૭.૩૫ કરોડ રૂપિયાની છે. એમાંથી રવિન્દ્ર જાડેજાના નામે ૭૦.૪૮ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. બાકીની પ્રોપર્ટી રિવાબાના નામે છે. સાથે જ કુલ સ્થાવર મિલકત ૩૩.૫ કરોડ રૂપિયાની છે, જો કે સ્થાવર મિલકત ટોટલી રવીન્દ્ર જાડેજાના નામે જ છે. તેમાં ખેતીની જમીન, કોમર્શિયલ અને રેસીડેન્શિયલ પ્લોટ અને ઘર છે

રીવાબા અને રવીન્દ્ર એક- બે નહીં પરંતુ કુલ ૬ ઘરોના માલિક છે. ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં તેમની પાસે કુલ 6 ઘર છે.. જયારે રાજકોટ અને જામનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનોના પણ માલિક છે.

રિવાબાને દાગીના પહેરવાનો પણ ખૂબ શોખ છે. એફિડેવિટ અનુસાર રિવાબા અને રવિન્દ્ર પાસે થઈને લગભગ એક કરોડ રૂપિયાના દાગીના છે. એમાંથી એકલા રિવાબા પાસે કુલ 35 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના છે, તો  14.80 લાખ રૂપિયાની ડાયમંડ અને 8 લાખ રૂપિયાની ચાંદીની જ્વેલરી છે.

રિવાબા પાસે કોઈ કાર નથી જયારે રવીન્દ્ર જાડેજા ત્રણ કારના માલિક છે: રવિન્દ્ર જાડેજા પાસે ત્રણ મોઘા વાહનો છે. જ્યારે તેમનાગેરેજમાં ફોક્સવેગન પોલો જીટી, ફોર્ડ એન્ડેવર અને ઓડીનો સમાવેશ થાય છે જયારે રિવાબાના નામે કોઈ વાહન નથી.

તો મિત્રો કેવો લાગ્યો અમારો આ વિડીયો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને શેર કરજો.. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અર્બન ગુજરાતી, ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ..