જાણો મુંબઈ પોલીસના રિયલ લાઈફ ‘સૂર્યવંશી’ને, જેમનાથી પ્રેરિત છે ફિલ્મમાં અક્ષય કુમારનો રોલ

અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’એ બોક્સ ઓફીસ પર ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન ફરીથી ખુલેલા થીએટરો અને દર્શકો માટે આ સમાચાર મોટી રાહત લઈને આવ્યા છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય કુમારે એક કડક પોલીસ ઓફિસર ડીસીપી વીર સુર્યાનો રોલ પળે કર્યો છે.

તેનો આ રોલ મુંબઈ પોલીસના એક રિયલ આઈપીએસ ઓફિસર વિશ્વાસ નાંગરે પાટીલથી પ્રેરિત છે. ૨૬/૧૧ ના આતંકવાદી હુમલામાં પાડી દીધેલો એક આતંકવાદી: વિશ્વાસ નાંગરે પાટીલ મુંબઈના સંયુક્ત પોલીસ આયુક્ત (કાયદો અને વ્યવસ્થા) છે. ૨૦૦૮ માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન પાટીલ દક્ષિણ મુંબઈમાં પોલીસ ઝોન- ૧બ ના ડેપ્યુટી કમિશ્નર હતા.

તેમણે ૨૬ નવેમ્બરે તાજ હોટલ પર થયેલા હુમલા દરમિયાન એક ટીમને લીડ કરી હતી. તે દરમિયાન તેમને એક આતંકવાદીને મારવામાં સફળતા મળી હતી રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત પણ થઇ ચુક્યા છે: પાટીલને ૨૦૧૫ માં રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાટીલ પોતાનું કામ તો બખૂબી કરે જ છે સાથે સાથે પોતાની ફિટનેસનું પણ ધ્યાન ખુબ રાખે છે. પાટીલ મુંબઈમાં થતી રહેતી લગભગ દરેક મેરાથોનમાં ભાગ લે છે. સાથે જ તે સમય સમય પર ફીટ પોલીસ દળની આગેવાની કરતા પણ જોવા મળે છે. પાટીલ નાસિકના કમિશ્નર પણ રહી ચુક્યા છે.

મહામારી દરમિયાન પણ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે ફ્રન્ટલાઈન વર્કર્સની ટીમને લીડ કરી હતી, જેમણે નિસહાય લોકોની મદદ કરી હતી. તો અક્ષય કુમારે જણાવ્યું છે કે, “સૂર્યવંશીના IPS ઓફિસરવાળા રોલને માટે પાટીલ સાહેબ મારી પ્રેરણા હતા.

તેઓ તેના માટે આદર્શ વ્યક્તિ છે. તેઓ ફીટ રહે છે અને પોતાના કાર્યને ઘણી સારી રીતે કરવાનું જાણે છે. હું તેમને અનેક વર્ષોથી જાણું છું અને તેમના જેવા ઈમાનદાર ઓફિસર મેં આજ દિન સુધી ક્યારેય જોયા નથી.” – અક્ષય કુમાર