આ કુવાના પાણીથી સ્નાન કરવાથી દુર થઇ જાય છે અસાધ્ય રોગ

RELIGIOUS

લોકો પોતાના પાપો અને રોગોને દૂર કરવા માટે ઘણા તીર્થ સ્થાનોની મુલાકાત લે છે અને અમુક તીર્થ સ્થાનો પણ ખૂબ પ્રખ્યાત પણ હોય છે. એવું કહેવાય છે કે જો લોકો આ તીર્થ સ્થાનો પર જાય છે અને આ સ્થાનો પર સ્થિત નદીઓના પાણીથી સ્નાન કરે તો લોકોની બીમારીઓ સંપૂર્ણ પણે દૂર થઈ જાય છે. આપણા દેશમાં તેવા અનેક તીર્થસ્થાનો છે જ્યાં લોકો સમયાંતરે મુલાકાત લેતા રહેતા હોય છે.

પરંતુ ભરતકૂપ તીર્થસ્થળ વિશે બહુ ઓછા લોકો જાણે છે અને લોકોને આ સ્થાન પર બનેલા કૂવાના પવિત્ર જળ વિશે પણ ઘણા લોકોને ખબર નથી. કહેવાય છે કે જે કોઈ આ કુવાના પાણીથી સ્નાન કરે છે તેના તમામ રોગો સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે. એટલું જ નહીં, આ કૂવાનું પાણી તીર્થ સ્થાનોના પાણી સમાન માનવામાં આવે છે. આ ચમત્કારી કૂવો ચિત્રકૂટની નજીક આવેલો છે અને આ જગ્યાએ એક મંદિર પણ બનેલું છે.

ક્યાં છે આ કૂવોઃ આ કૂવો ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ પાસે છે અને જ્યાં આ કૂવો છે તે જગ્યા ભરતકૂપ તરીકે ઓળખાય છે. આ જગ્યાએ એક નાનકડું ગામ પણ છે અને આ ગામમાં આ કૂવો આવેલો છે. બીજી બાજુ, તમે જ્યારે પણ આ સ્થાનની મુલાકાત લેશો ત્યારે તમને અહીં ઘણા લોકો જોવા મળશે જેઓ દૂર- દૂરથી આ કૂવાના પાણીથી સ્નાન કરવા આવે છે.

આ કૂવો આટલો પ્રખ્યાત કેમ છે: એવું માનવામાં આવે છે કે જ્યારે રામજીને વનવાસ માટે મોકલવામાં આવ્યા હતા, તે સમયે ભરતજી આ સ્થાન પર આવ્યા હતા અને તેમને તેમની સાથે તેમના રાજ્યમાં પાછા ફરવાનું કહ્યું હતું. ભરત પોતાની સાથે રામજીના રાજ્યાભિષેક કરવા માટે તમામ તીર્થોનું પાણી લાવ્યા હતો. પરંતુ રામજીએ ભરત સાથે જવાની ના પાડી દીધી હતી.

જે બાદ ભરતજીએ પોતાની સાથે લાવેલા તમામ તીર્થોનું પાણી આ કૂવામાં નાખી દીધું હતું અને રામજીના પાદુકા સાથે પરત ફર્યા. ત્યારથી આ કૂવાને ભરતકૂપ કહેવામાં આવે છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ કૂવાના પાણીથી એક વાર સ્નાન કરી લે છે, તેના તમામ રોગો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.

મંદિરની પણ મુલાકાત લોઃ આ કૂવાની સાથે જ અહીં એક મંદિર છે અને આ મંદિરમાં રામજીની સાથે સીતા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ છે અને જે પણ આ જગ્યાએ આવે છે તે પહેલા આ મંદિરની મુલાકાત લે છે અને પછી સ્નાન કરે છે. આ કુવાનું પાણી એટલું પવિત્ર માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ અને અમાવસ્યાના દિવસે આ કૂવાના પાણીથી લોકો સ્નાન કરવા માટે લોકો દૂર- દૂરથી આવે છે. આ સાથે લોકો કુવામાં સ્નાન કરીને ચિત્રકૂટ પણ જાય છે અને મંદાકિનીમાં પણ જઈને સ્નાન કરીને પોતાના પાપ ધોવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *