ઉનાળામાં રોજ ખાશો કેરી તો થશે અનેક ફાયદા, મળશે ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો.. જાણીને ખુશ થઇ જશો

સામાન્ય રીતે કેરી વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતા ફળો પૈકી એક છે. તેનો મીઠો સ્વાદ લોકોને તેના રસિયા બનાવી દે છે. કેરીનો ઉદભવ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આજે ખાવામાં આવતી કેરીની કેટલીક સામાન્ય જાતો મેક્સિકો, પેરુ, ઇક્વેડોરમાં પણ ઉગાડવામાં આવે છે. કેરી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ હોય છે.

જોકે કેરીમાં ખાંડ વધારે હોય છે પરંતુ આ ખાંડ પ્રોસેસ્ડ ખાંડથી અલગ હોય છે કારણ કે તે ફાઇબર દ્વારા સંતુલિત હોય છે. કેરીનો ઉપયોગ જંક ફૂડ અને અન્ય સ્વાસ્થ્યપ્રદ નાસ્તાને બદલે કરી શકાય છે. કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. જો તમને કોઈ મીઠી વસ્તુ પસંદ નથી તો તેના બદલે થોડી કેરી ખાઈ શકો છો. કેરી વિવિધ રાજ્યોમાં ઘણી જાતોમાં ઉગાડવામાં આવતી હોય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે: કેરીમાં વિટામિન એ, ફોલેટ અને વિટામિન બી જેવા ઘણા પોષક તત્વો હોય છે. તે તંદુરસ્ત રીતે શરીરને અમુક પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરી શકે છે, જેના પરિણામે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

પાચનમાં સુધારો: કેરીના સેવનથી પાચન સબંધિત સમસ્યામાં લાભ થાય છે કારણ કે તે ફાઇબર, પાણી અને ઉત્સેચકોનો સમૃદ્ધ સ્રોત હોય છે, જે શરીરના પાચક તંત્રને રિકવર કરવામાં મદદ કરી શકે છે.

વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: વાળ અને ત્વચાને લાભ આપવામાં વિટામિન એ ખૂબ જ ઉપયોગી હોય છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. કેરી તમારી ત્વચા અને વાળને ચળકતા અને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે.

તે આંખના સ્વાસ્થ્યને રાખે છે મજબુત- કેરીમાં લ્યુટિન અને ઝેન્થિન ઉપરાંત સામાન્ય વિટામિન એનો સ્રોત મળી આવે છે. આ પોષક તત્ત્વો આંખના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. તેથી, કહી શકાય કે કેરી આંખોને સ્વસ્થ બનાવી શકે છે. આમ ફાયદા વાંચી લીધા હોય તો લઈ આવો સારી ક્વોલિટીની કેરી અને મેળવો સ્વાસ્થ્ય લાભ.