આ ૧૧ ઉપાય વરસાવશે શનિની કૃપા, જીવનમાં પાછા ફરીને નહીં આવે દુઃખ ભરેલા દિવસ

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેકને ક્યારેક શનિદેવની મહાદશાનો સામનો કરવો પડે છે. શનિદેવને કર્મ ફળદાતાના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરતા વ્યક્તિને શુભ અને ખરાબ કર્મ કરતા વ્યક્તિને અશુભ ફળ આપે છે. માન્યતા છે કે શનિદેવ કોઈનાથી પ્રસન્ન થાય છે તો તેમને રાજા બનાવી દે છે પરંતુ શનિદેવની ક્રૂર દ્રષ્ટિ વ્યક્તિને બરબાદ કરવામાં મોડું નથી કરતી.

શનિદેવના દુષ્ટ પ્રભાવથી બચવા માટે કરો આ ઉપાય: શનિવારના દિવસે શનિદેવની વિધિ- વિધાનથી પૂજા કરવી જોઈએ. તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. શનિવારના દિવસે સૂર્યોદયથી પહેલા પીપળના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ સાથે જ દૂધ પણ ચઢાવું જોઈએ.

શનિવારના દિવસે હાથથી ૨૦ ગણો લાંબો દોરો લો અને તેની માળા બનાવી લો અને તેને પોતાના ગાળામાં ધારણ કરી લો. તેનાથી શનિદેવની અનિષ્ટતા શાંત થાય છે.

શુક્રવારની રાત્રે કળા ચણા પલાળી દો અને શનિવારે ચણા, કાચા કોલસા અને લોખંડની પટ્ટી એક કપડામાં બાંધી લો અને માછલીની સામે નાખી દો. તમારે તેમ એક વર્ષ સુધી દરેક શનિવારે કરવું પડશે.

એક વાટકીમાં તલનું તેલ લો અને શનિવારના દિવસે તેમાં પોતાનું મુખ જોઈને દાન કરી દો.  શનિવારે શનિ સ્ત્રોતનો પાઠ કરવો. શનિવારના દિવસે કાગડાને અનાજ ખવડાવું જોઈએ.

શનિદેવની મહાદશાથી છુટકારો મેળવવા માટે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો ચારમુખ વાળો દીવો પ્રગટાવો અને ત્રણ વાર પરિક્રમા કરવી. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

કુંડળીમાં શનિદેવની સ્થિતિને મજબૂત કરવા માટે જમણા હાથની વચ્ચેની આંગળીમાં લોખંડની અંગૂઠી ધારણ કરી લો. તે અંગૂઠી ઘોડાની નાળની હોવી જોઈએ.

જરૂરતમંદ અને ગરીબોની મદદ કરવી. પોતાની ઈચ્છા શક્તિ અનુસાર શનિવારના દિવસે શનિદેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવું. શનિવારના દિવસે કાળા કૂતરાને સરસવનું તેલ લગાવીને રોટલી ખવડાવો.

શનિવારના દિવસે કરો આ મંત્રોનો જાપ: ऊँ शनैश्चराय नमः, ऊँ शान्ताय नमः, ऊँ सर्वाभीष्टप्रदायिने नमः, ऊँ शरण्याम नमः, ऊँ वरेण्याम नमः, ऊँ सर्वेशाय नमः, ऊँ सौम्याय नमः, ऊँ सुरवन्द्याय नमः  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)