ત્રણ રાશિના લોકોને સરકારી અને બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાથી મળે છે શાનદાર સફળતા

RELIGIOUS

જ્યોતિષ શાસ્ત્રમાં ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું વર્ણન જોવા મળે છે. આ રાશિઓ પર કોઈને કોઈ ગ્રહનું શાસન હોય છે અને આ રાશિઓ સાથે જોડાયેલા જાતકો તે ગ્રહથી પ્રભાવિત હોય છે. જેના કારણે તેમનું કરિયર અને સ્વભાવ અલગ- અલગ હોય છે. અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની સાથે જોડાયેલા જાતકો સરકાર અને બેંકિંગ ક્ષેત્રમાં સારું નામ કમાય છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

સિંહ: તમારી રાશિના સ્વામી સૂર્યદેવ છે અને જ્યોતિષમાં સૂર્યદેવને સરકારી નોકરીના કારક માનવામાં આવે છે. એટલા માટે જો સિંહ રાશિના જાતકોના જન્મકુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ સકારાત્મક છે એટલે કે તે ઉચ્ચ છે તો સિંહ રાશિના જાતકો માટે સરકારી નોકરી મળવાની શક્યતાઓ વધુ છે.

સાથે જ આ જાતકો આત્મવિશ્વાસુ અને નિશ્ચયી હોય છે. તેમનો અંદાજ પણ રોયલ હોય છે. સાથે જ તેમનું વ્યક્તિત્વ ખૂબ જ ઉત્સાહી અને આકર્ષક હોય છે. સ્વભાવે તેઓ વધુ બોલનારા હોય છે અને ક્યારેક બોલતી વખતે તેઓ શબ્દોની મર્યાદા ભૂલી જાય છે. આ જાતકો થોડા ગુસ્સેલ સ્વભાવના પણ હોય છે.

મિથુન: તમારી રાશિના સ્વામી બુધદેવ છે અને જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને તાર્કિક ક્ષમતા, ગણિત, બેંકિંગ ક્ષેત્રના કારક માનવામાં આવે છે. તેથી જ મિથુન રાશિના જાતકો બેન્કિંગ ક્ષેત્રમાં સારું નામ કમાય છે. સાથે જ બુધદેવ પરિવર્તન અને સંચારના કારક છે. તેથી મિથુન રાશિના જાતકોની ભાષા શૈલી સારી હોય છે અને તેઓ દરેક વિષમ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોય છે. તેમજ આ જાતકો વાતચીતમાં કુશળ હોય છે.

કન્યા: કન્યા રાશિના સ્વામી પણ બુધદેવ છે. તેથી જ કન્યા રાશિના જાતકો બેંકિંગ ક્ષેત્રમાં પણ સારું નામ કમાય છે. સાથે જ આ જાતકો વ્યાપારમાં પણ સારું નામ કમાય છે. સાથે જ આ જાતકો જોખમ લેવામાં કુશળ હોય છે. આ જાતકો સંબંધ માટે વફાદાર સાથી છે.

આ જાતકો શિક્ષક અને મીડિયા લાઈનમાં પણ સારું નામ કમાય છે. સાથે જ કન્યા રાશિના જાતકોનું મિત્ર સર્કલ મોટું હોય છે. આ જાતકો થોડા રમુજી પ્રકારના હોય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *