હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવી- દેવતાને સમર્પિત હોય છે. આ મહત્વપૂર્ણ દિવસે વિધિપૂર્વક દેવી- દેવતાઓની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. તેવી જ રીતે ગુરુવાર ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે. આ દિવસે વ્રત, પૂજા વગેરે કરવાથી ભગવાન વિષ્ણુજીની સાથે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળે છે. સાથે જ દેવી લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુવારના દિવસે કેટલાક વિશેષ ઉપાયો વિશે જણાવવામાં આવ્યુ છે. આ ઉપાયોથી લક્ષ્મીનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના ઘરમાં પૈસા- અનાજની અછત નથી રહેતી. જો ગુરુવારના દિવસે ગોળ સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો નથી પડતો.
ગુરુવારના દિવસે કરી લો ગોળના ઉપાય: જો તમે આર્થિક સંકટથી ઘેરાયેલા છો અને તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી કેળાના ઝાડના મૂળમાં એક મુઠ્ઠી પલાળેલી ચણાની દાળ અને ગોળ વગેરે ચઢાવો. આ ઉપાય સતત પાંચ કે સાત ગુરુવાર સુધી કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જીવનમાં પ્રગતિ મેળવવા માટે ગુરુવારે ગોળનો ઉપાય વિશેષ છે. આ દિવસે મંદિરમાં ૮૦૦ ગ્રામ ઘઉં અને ૮૦૦ ગ્રામ ગોળનું દાન કરો. આ ઉપાય કરવાથી ગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.
જો કોઈ જાતકની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી છે તો ગુરુવારે ગોળનું દાન કરો. સાથે જ મંદિરમાં ભગવાન વિષ્ણુજીને ગોળ અર્પણ કરો. તેનાથી સૂર્ય અને મંગળ ગ્રહનો સકારાત્મક પ્રભાવ પડે છે. સાથે જ વ્યક્તિ દરેક કાર્યોમાં સરળતાથી સફળ થઈ જાય છે.
જો તમે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છો તો ઈન્ટરવ્યુમાં જતા પહેલા ઘરની બહાર નીકળતી વખતે ગાયને લોટ અને ગોળ ખવડાવો. તેનાથી વ્યક્તિને સફળતા મળે છે અને વ્યક્તિને સરકારી નોકરી મળવાની સંભાવના વધી જાય છે.
જો તમે લાંબા સમયથી ઘર બનાવવાનું કે સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો દર ગુરુવારે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને ગોળનું દાન કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)