તુલસીના છોડમાં રહેલા માંજરનો કરો આ ઉપાય, ભરેલા રહેશે ખિસ્સા અને તિજોરી

હિંદુ ધર્મમાં તુલસીનું સ્થાન પૂજનીય હોય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તુલસીમાં માં લક્ષ્મીનો નિવાસ હોય છે. તેથી નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ નકારાત્મકતાને દૂર કરતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીના છોડ પરની મંજરીમાં પણ ખૂબ જ ધાર્મિક ગુણ હોય છે. માંજરનો અનેક રીતે ઉપયોગ કરીને માં લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

માં લક્ષ્મીને કરો અર્પણ: શુક્રવારના દિવસે નિયમિત રીતે માં લક્ષ્મીના ચરણોમાં તુલસીના માંજર અર્પણ કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

લાલ કપડામાં બાંધોઃ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલસી મંજરીને લાલ રંગના કપડામાં મિક્સ કરો અને જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. તેવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તેની કૃપા રહે છે. પૈસાની ક્યારેય કમી નહીં રહે.

ગંગાજળમાં મિક્સ કરોઃ એવું માનવામાં આવે છે કે તુલસીના માંજરનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કરવામાં આવે છે. તેના માટે શુભ મુહૂર્તમાં ગંગાજળમાં મંજરી મિક્સ કરીને ઘરમાં રાખો અને આ પાણીને અઠવાડિયામાં બે વાર ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

ભગવાન શિવને ચઢાવો માંજર: ભૂલથી પણ ભગવાન શિવ અને ગણેશજીને તુલસી ના ચઢાવવી જોઈએ પણ તુલસીના માંજર ચઢાવી શકાય. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને તુલસીના માંજર ચઢાવવાથી પારિવારિક સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ જો કોઈના જીવનમાં પ્રેમ ના હોય અથવા લગ્નમાં અડચણો આવતી હોય તો માંજરને દૂધમાં નાખીને અભિષેક કરવાથી લાભ થાય છે.

મોક્ષ પ્રાપ્તિ માટે આ રીતે કરો ઉપયોગઃ એવું માનવામાં આવે છે કે જો તુલસીના માંજર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચઢાવવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ જન્મ- મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. વળી, તેને સીધું પ્રભુના ચરણોમાં સ્થાન મળે છે.