તુલસી વિવાહ પર દુધમાં ભીની હળદરથી કરો આ એક કામ, માં લક્ષ્મી ભરી ભરીને આપશે આશીર્વાદ

હિંદુ કેલેન્ડરમાં કારતક એ વર્ષનો સૌથી પવિત્ર મહિનો છે. તે મહિનામાં પૂજાનું વિશેષ મહત્વ છે. કારતક મહિનામાં તુલસીની પૂજા અને સાચા મનથી ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. ચાતુર્માસની શરૂવાતમાં દેવશયની અગિયારસથી ભગવાન વિષ્ણુજી નિદ્રા યોગમાં લઈ જાય છે અને કારતક મહિનાની દેવઉઠાની અગિયારસના દિવસે જાગે છે અને ભગવાન શિવજી પાસેથી પોતાનો કાર્યભાર સંભાળે છે.

ચાર માસની યોગ નિદ્રા પછી દેવઉઠાની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુજી જાગવાની સાથે શુભ અને માંગલિક કાર્યોની શરૂવાત થાય છે. કારતક માસના શુક્લ પક્ષની અગિયારસને દેવઉઠાની અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે.

બીજા દિવસે દ્વાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના વિવાહ થાય છે. તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિનું દાંપત્ય જીવન ખુશહાલ બને છે. ચાલો જાણીએ તુલસી વિવાહના દિવસે પૂજાનો શુભ મુહૂર્ત અને કઈ વાતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

તુલસી વિવાહ ૨૦૨૨ પૂજા મૂહર્ત: કારતક માસની દેવઉઠાની અગિયારસના દિવસે તુલસી અને શાલીગ્રામના વિવાહ કરવામાં આવે છે. આ વખતે તુલસી વિવાહ ૫ નવેમ્બર ૨૦૨૨ શનિવાર દ્વાદશીના દિવસે ઉજવવામાં આવશે. કારતક માસ દ્વાદશી તિથી ૫ નવેમ્બર સાંજે ૦૬:૦૮ કલાકથી ૬ નવેમ્બર ૨૦૨૨ સાંજે ૦૫:૦૬ મિનીટ સુધી રહેશે.

તુલસી પૂજામાં રાખવું આ વાતોનું ધ્યાન: હિંદુ ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. તે દિવસે તુલસીજીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે. તે દિવસે તમામ પરિણીત મહિલાઓએ તુલસી વિવાહ અવશ્ય કરવું જોઈએ. તેનાથી અખંડ સૌભાગ્ય અને સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તુલસી પૂજામાં તુલસીને સુહાગની વસ્તુઓ અને લાલ રંગની ચુંદડી જરૂર અર્પણ કરવી જોઈએ.

દેવઉઠાની અગિયારસના દિવસે શાલિગ્રામને તુલસી સાથે એક વાસણમાં રાખવામાં આવે છે અને તલ ચઢાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધમાં હળદર ઉમેરીને તુલસી અને શાલિગ્રામને તિલક કરો. તેનાથી માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી વિવાહ પછી કોઈ પણ વસ્તુ હાથમાં લઈને તુલસીજીની અગિયાર વાર પ્રદક્ષિણા કરો. તુલસીને મીઠાઈ અને પ્રસાદ ચઢાવો.

તેમજ પ્રસાદ અને મીઠાઈ મુખ્ય આહાર સાથે ખાવામાં આવે છે સાથે જ લોકોમાં વહેંચવામાં આવે છે. તુલસી પૂજા પછી સાંજના સમયે ભગવાન વિષ્ણુજીને જગાડવાનું આહવાન કરો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)