હળદર કેસરનો આ ઉપાય ચમકાવશે ભાગ્ય, પ્રસન્ન થઈને માં લક્ષ્મી વરસાવશે ખૂબ પૈસા, મળશે પ્રગતિ

RELIGIOUS

હિંદુ ધર્મમાં સૌભાગ્ય પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના ઉપાયો વિશે જણાવ્યું છે. હળદર અને કેસર દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીને ખુબ જ પ્રિય છે. તેથી હળદર- કેસરના ઉપાય કરવાથી વ્યક્તિ બંધ ભાગ્યને ખોલી શકે છે. શાસ્ત્રોમાં હળદર- કેસરના કેટલાક ઉપાયો જણાવ્યા છે જે વ્યક્તિના દુર્ભાગ્યને દૂર કરવામાં મદદ કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ ગ્રહને જ્ઞાન, સૌભાગ્ય અને પ્રગતિના કારક માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં કેસર અને હળદરના ઉપાય વ્યક્તિના જીવનમાં સુખ- સમૃદ્ધિનો વિકાસ કરે છે અને વ્યક્તિને ધન પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ હળદર- કેસરના આ ઉપાયો વિશે.

હળદરથી કરો દેવી લક્ષ્મીજીની પૂજા: શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીજીને સમર્પિત છે. શુક્રવારના દિવસે એક ચાંદીનો સિક્કો લઈને તેના પર હળદર લગાવી દો અને દેવી લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરો. ત્યાર પછી સિક્કાને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ મળે છે અને દેવી લક્ષ્મીજીનો સ્થાઈ નિવાસ થાય છે.

કરિયર અને નોકરીમાં પ્રગતિ માટે: શાસ્ત્રોમાં હળદર- કેસરના ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે. જ્યોતિષ અનુસાર અષ્ટમી તિથીના રોજ બ્રહ્મમૂહર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને દેવી લક્ષ્મીજીની પૂજા કરો. તે દરમિયાન તેમને હળદરની ગાંઠ અર્પણ કરો. પૂજા કર્યા પછી તે હળદરની ગાંઠ તમારા પાકીટમાં રાખો. તેનાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સાથે જ વ્યક્તિને કરિયર અને નોકરીમાં સફળતા મળશે.

વાસ્તુદોષ દૂર કરવા માટે: વાસ્તુમાં પણ હળદરના ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. દરરોજ ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષો દૂર થાય છે. તેમ કરવાથી દેવી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના દરેક વાસ્તુ દોષ દૂર થાય છે. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ- શાંતિ પ્રાપ્ત થાય છે.

ગણેશજી અને શિવજીની કરો પૂજા: ગુરુવારે ભગવાન ગણેશજી, શિવજી અને દેવી લક્ષ્મીજીને કેસરનું તિલક લગાવો. તેમ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને વિશેષ આશીર્વાદ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે રાત્રે કેસરની બે કળીઓ દૂધમાં મિક્સ કરીને ખાવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *