વસંત પંચમીએ પીળા રંગથી કરી લો આ અચૂક ઉપાય, બુદ્ધિ- ધન- સંપત્તિમાં થશે વૃદ્ધિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાના દેવી માં સરસ્વતીનો જન્મ થયો હતો. એટલા માટે મહા મહિનાની સુદ પાંચમની તિથીના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં વસંત પંચમીના તહેવાર પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. તે દિવસે વિધિ વિધાનથી દેવી માં સરસ્વતીજીની પૂજા કરવાથી ભક્તોને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે વસંત પંચમીનો તહેવાર ૨૬ જાન્યુઆરીએ આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર તે દિવસે પીળા રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. તે દિવસે પીળા રંગનો ઉપયોગ કરવાથી દેવી સરસ્વતીજીના આશીર્વાદથી વ્યક્તિને બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

વસંત પંચમીના દિવસે પીળા રંગથી કરો આ ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીજીને પીળા રંગની બરફી અથવા લાડુ અર્પણ કરો. ત્યાર પછી આ ભોગ સાત છોકરીઓમાં વહેંચો. સાથે જ દેવી માં સરસ્વતીજીની સાથે દેવી લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

જો તમારા સંતાન અભ્યાસમાં નબળા છે અથવા તેમને ભણવામાં મન નથી લાગતું તો પીળી વસ્તુઓ જેમ કે કેળા, કઠોળ, પીળા કપડાં, શિક્ષણ સંબંધિત વસ્તુઓ વગેરે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. તેનાથી દેવી સરસ્વતીજીના આશીર્વાદ મળે છે.

જીવનમાં સુખ- સમૃદ્ધિ મેળવવા માટે અને યાદશક્તિના વિકાસ માટે વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો. સાથે જ બે મુખવાળો દીવો પ્રગટાવો અને વિશ્વવિજય સરસ્વતીજીના કવચનો પાઠ કરો.

જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં તણાવ હોય તો વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર મિક્સ કરીને દેવી સરસ્વતીજીનો અભિષેક કરો. તેનાથી વ્યક્તિની વાણીમાં મધુરતા આવે છે.

વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીજીને ભોગ તરીકે ચોખા ચઢાવો. જેના કારણે ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહે છે. વાણી પર નિયંત્રણ રાખવાની ક્ષમતા વધે છે અને વ્યક્તિના વ્યક્તિત્વમાં ચમક આવે છે.

જો કોઈ વ્યક્તિને ભણવામાં કોઈ પ્રકારના અવરોધો આવી રહ્યા હોય તો વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીજીને ૧૦૮ પીળા ફૂલ ચઢાવો. એટલું જ નહી ओम ऐं सरस्वत्यै ऐं नमः મંત્રની માળાનો જાપ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)