આ છે એવું રહસ્યમયી ગામ, જ્યાંથી કોઈપણ વ્યક્તિ નથી આવતું જીવતું પાછું, જાણો કેમ છે આવું..

વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે, જેની સાથે ઊંડા રહસ્ય જોડાયેલા છે. આ રહસ્યમય સ્થાનો સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ પણ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને વિશ્વના એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ‘મુર્દાઓનું શહેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ અહીં એકવાર પ્રવેશ કરે છે, તેનું જીવન થોડા દિવસોનું મહેમાન બની જાય છે.

અને આ ગામમાં આવનાર કોઈ પાછું આવતું નથી. જે લોકો પણ આ ગામ વિશે જાણે છે, તેઓ તેનું નામ સાંભળતાની સાથે જ ડરી જાય છે. રશિયાના ઉત્તર ઓસ્સેટીયાના ડેરગાવ્સમાં સ્થિત આ ગામ સદીઓથી નિર્જન છે. કોઈ પણ આ ગામમાં આવીને સ્થાયી થવાની હિંમત કરતું નથી. આ ગામને લઈને લોકોમાં એટલો ડર છે કે કોઈ પણ આ ગામ વિશે વાત કરવા માંગતું નથી.

આ ગામ ઉંચા પર્વતોથી ઘેરાયેલું છે. સફેદ પત્થરોથી બાંધવામાં આવેલા લગભગ 99 મકાનો છે, જેમાં સ્થાનિકોએ તેમના પરિવારોના મૃતદેહને દફનાવી દીધા છે. આ કબરો 16 મી સદીમાં બનાવવામાં આવ્યા હતા અને એક વિશાળ કબ્રસ્તાન છે. એવું કહેવામાં આવે છે કે અહીંના દરેક મકાનમાં, પરિવારના સભ્યોને દફનાવવામાં આવ્યા હતા

સ્થાનિક લોકો આ સ્થાન વિશે માને છે કે આ ઝૂંપડપટ્ટીની ઇમારતોની મુલાકાત લેનાર વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. ઘણા લોકોએ આ સ્થાનનું રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કોઈ સફળ રહ્યું નથી. આ ગામ સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે, અહીં પહાડોની વચ્ચેના સાંકડા માર્ગોમાંથી પસાર થવું પડે છે. જેમાં કુલ ત્રણ કલાકનો સમય લાગે છે.

આ ઉપરાંત, આ સ્થાનનું હવામાન હંમેશાં ખરાબ રહે છે. જેના કારણે અહીં પહોંચવામાં વધારે તકલીફ પડે છે. એકવાર પુરાતત્ત્વ વિભાગે આ ગામની મુલાકાત લીધી હતી અને અહીંના ઘરોમાં બનાવેલી કબરોનો અભ્યાસ કર્યો હતો. પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ અહીં કબરો નજીક બોટ મળી આવી છે. સ્થાનિક લોકોમાં બોટ અંગેની માન્યતા છે કે સ્વર્ગ સુધી પહોંચવા આત્માને નદી પાર કરવી પડશે.

તેથી લાશોને બોટ પર રાખી દફનાવવામાં આવી હતી. આ ઉપરાંત પુરાતત્ત્વ વિભાગને આ ગામમાં એક કૂવો પણ મળ્યો છે. આ કુવા વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યકિતને અહીં દફનાવવામાં આવતો હતો, ત્યારે તેનો પરિવાર તેની યાદમાં કુવાની અંદર સિક્કા ફેંકતો હતો. જો ફેંકવામાં આવેલા સિક્કાઓ કૂવામાં સ્થિત પત્થરોથી ટકરાતા હતા.

તો તેનો અર્થ એ છે કે આત્માને શાંતિ મળી ગઈ છે અને તે સ્વર્ગમાં પહોંચી ગયો છે. આ ગામમાં બંધાયેલા ઘણા મકાનો હવે ક્ષીણ થઈ રહ્યા છે. આ મકાનોમાં કોઈ રહેતું નથી અથવા કોઈ પણ વ્યક્તિ આ મકાનો પર પોતાનો અધિકાર જમાવતો નથી. ગામના દરેક ઘરની અંદર કબર હોવાને કારણે, તેને ‘મૃતકોનું શહેર’ પણ કહેવામાં આવે છે.