અઠવાડિક અંક રાશિફળ: આ લોકોને જબરદસ્ત લાભ પહોંચાડશે આ અઠવાડિયું, મૂળાંકથી જાણો તમારું

નવેમ્બરનો અંત અને ડિસેમ્બરની શરૂઆત અમુક તારીખે જન્મેલા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. સાપ્તાહિક અંક રાશિફળ અનુસાર આ મૂળાંકોના લોકોને પૈસા મળશે અને તેમની કારકિર્દીમાં પણ પ્રગતિ થશે. અંક રશિફળ દ્વારા દિવસ, અઠવાડિયું, મહિનો અથવા વર્ષનું ભવિષ્ય જાણવા કેવળ જન્મતારીખની જરૂર હોય છે. જન્મ તારીખના સરવાળાથી મૂળાંક કાઢવામાં આવે છે. જેમ કે કોઈ પણ મહિનાની ૧૭ તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક ૧+૭=૮ હશે. ચાલો જાણીએ કે મૂળાંક ૧ થી ૯ ના તમામ વતનીઓ માટે ૨૭ નવેમ્બરથી ૩ ડિસેમ્બર ૨૦૨૨ સુધીનો સમય કેવો રહેશે.

મૂળાંક ૧: તણાવથી રાહત મળશે. મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થયા બાદ તમે રાહત અનુભવશો. ઉર્જા અને આત્મવિશ્વાસ વધુ રહેશે, જોકે વ્યસ્તતા પણ વધુ રહેશે. પરિવાર સાથે સમય પસાર થશે. વ્યવસાય સામાન્ય રહેશે.
:
મૂળાંક ૨ પરીક્ષા-ઈંટરવ્યુમાં તમને સફળતા મળી શકે છે. વિવાદમાં ફસાઈ જવાની સંભાવના છે, કોર્ટની બહાર મામલો પતાવવો વધુ સારું રહેશે. જીવનસાથીને સમય નહીં આપી શકો.

મૂળાંક ૩: આ સપ્તાહ ઘણું સારું રહેશે. વ્યવસાયિક, અંગત જીવન તેમજ સામાજિક કાર્ય માટે સમય કાઢશો. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે. નકારાત્મક કાર્યોથી દૂર રહો. વેપારમાં તમને સફળતા મળી શકે છે.

મૂળાંક ૪: ધન લાભ થશે. પરંતુ રોકાણ કરતા પહેલા સારી રીતે તપાસ કરો. અનુભવી વ્યક્તિની સલાહ લો. જીવન સાથી જોડે સારું બનશે. સકારાત્મક વિચાર સાથે આગળ વધો.

મૂળાંક 5: આ સપ્તાહ સારું રહેશે. તમને કાર્યોમાં સફળતા મળશે. જો કે, બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્ક થઈ શકે છે.

મૂળાંક ૬: સંબંધો પર ધ્યાન આપો, બગડેલા સંબંધો તમારી ઈમેજ બગાડી શકે છે. તમારા કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપો. બિનજરૂરી બાબતોમાં તમારું ધ્યાન ના ભટકવા દો.

મૂળાંક ૭: તમારું માન- સન્માન વધશે. લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે. કરિયરમાં ઉન્નતિ થશે. તણાવ વધુ રહેશે. બીજાના મામલામાં ફસાશો નહીં. બ્લડ પ્રેશર વધી શકે છે.

મૂળાંક ૮: અપેક્ષાઓ અનુસાર કાર્ય થવાને કારણે તમે પ્રસન્નતા અને હળવાશ અનુભવશો. કામની પ્રશંસા થશે. કામનું દબાણ પણ રહેશે પરંતુ કામ સમયસર પૂરા થશે. પ્રેમી જોડાઓ અને પરિણીત જાતકો આ અઠવાડિયે ભરપૂર આનંદ માણશે. અચાનક પ્રવાસ પર જઈ શકો છો.

મૂળાંક ૯: પરિવારના સભ્યોની મદદથી મોટી સફળતા મળી શકે છે. તમારા ઉદાર સ્વભાવનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે, સાવચેત રહો. જીવનસાથી સાથે સારું રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)