લેફ્ટ કે રાઈટ? કયા હાથના નખ ઝડપથી વધે છે? જાણો નખથી જોડાયેલા રોચક તથ્ય

મિત્રો નખ આપણા હાથનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. આ નખોને કારણે આપણે રોજિંદા કામ કરવામાં થોડી સરળતા રહે છે. આ ઉપરાંત ઘણા લોકો તો ફેશન માટે પણ નખને વધારે છે. ખાસ કરીને છોકરીઓને લાંબા નખ રાખવાનો ઘણો શોખ હોય છે. જો તમે બધાએ ધ્યાન આપ્યું હોય, તો તમે નખ વિશેની એક વાત ચોક્કસપણે નોંધ (નોટિસ) કરી હશે.

આપણા શરીરના બધા નખ એક સમાન ઝડપે વધતા નથી. સાથે જ તે ક્યારેક ઝડપથી વધી જાય છે, તો ક્યારેક તેને વધવા માટે ઘણો સમય લાગી જાય છે. આવામાં આજે અમે તમને નખ વિશે કેટલાક ન સાંભળેલ રાજ અને હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ. આ નખને સંબંધિત કેટલીક હકીકતો એટલી જબરજસ્ત છે કે તમે આજ સુધી સાંભળી નહિ હોય.

હાથ અને પગના નખમાં હોય છે તફાવતો: હાથના નખ તમારા પગ કરતાં ચાર ગણા ઝડપથી વધે છે. આ જ કારણ છે કે આપણે બધા હાથના નખને વધારે ઝડપથી કાપી નાખીએ છીએ, જ્યારે પગના નખને ક્યારેક ક્યારેક કાપીએ છીએ. આ સાથે, તમારા પગની જાડાઈ હાથ કરતાં બે ગણી વધારે હોય છે.

તેથી પગના નખ કાપતી વખતે વધુ શક્તિ લાગવી પડે છે. હાથના અંગૂઠાનો નખ સૌથી ધીમી ગતિએ વધે છે. જયારે વચ્ચે વાળી આંગળીનો નખ સૌથી ઝડપથી વધે છે. પગના નખ એક મહિનામાં એક ઇંચના દસમા ભાગમાં જ વધી શકે છે.

આ સિઝનમાં વધે છે સૌથી વધારે નખ: તમને જાણીને આશ્ચર્ય થશે કે બદલાતા હવામાનમાં પણ આપણા નખ વધવાની ગતિ પર પણ અસર પડે છે, ઉદાહરણ તરીકે ઠંડીમાં આપણા નખ ધીમી ગતિએ વધે છે, જ્યારે ગરમીમાં તે ઝડપથી વધે છે. જયારે વરસાદમાં તેની વધવાની ક્ષમતા સામાન્ય થઇ જાય છે. બીજી એક વાત કે રાત્રીની તુલનામાં દિવસમાં નખ વધુ ઝડપથી વધે છે.

આ હાથના નખ વધે છે વધુ ઝડપથી: જો તમે ધ્યાનથી નોંધ કરશો તો તમને લાગશે કે તમારા નખ બીજા હાથની તુલનામાં વધારે ઝડપથી વધે છે. હવે તમારા કયાં હાથના નખ વધુ ઝડપથી વધશે, તે સંપૂર્ણં રીતે આ વાત પર આધાર રાખે છે કે તમે ડાભોરી છો કે જામનોરી છો. એટલે કે તમે તમારા રોજિંદા કામમાં સૌથી વધુ ઉપયોગ કરો છો, તેના નખ સરળતાથી વધે છે.

દાખલા તરીકે, જો તમે જમણી બાજુનો ઉપયોગ કરો છો, તો જમણી બાજુના નખ ડાબા હાથ કરતાં વધુ ઝડપી વધશે. જયારે ડાબી બાજુના હાથનો ઉપયોગ કરનારની સાથે તેનું ઉલ્ટું થશે. વાસ્તવમાં નખની મસાજ કરવાથી તેની લંબાઈ ઝડપથી વધે છે. તેથી તમે જે હાથનો વધુ ઉપયોગ કરો છો તેની મસાજ સારી રીતે થઇ જાય છે અને તે વધુ ઝડપથી વધવા લાગે છે.

એક બીજી વાત. જો તમે કમ્પ્યુટર પર કીબોર્ડનો ઉપયોગ વધુ કરો છો, તો તેનાથી પણ તમારા નખની મસાજ સારી રીતે થઇ જાય છે અને તે અન્ય લોકોની તુલનામાં વધુ ઝડપથી વધવા લાગે છે.  યુવાન લોકોના નખ વૃદ્ધ લોકોની તુલનામાં વધુ ઝડપથી વધે છે. મહિલાઓ કરતા પુરુષોના નખ વધુ ઝડપથી વધે છે. જો તમે નખને વધારે કાપશો તો તે વધારે ઝડપથી વધશે.