દુનિયાની તેવી દસ જગ્યાઓ જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, સાથે જમીન પણ ફ્રી

વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં રહેવું ઘણા લોકો માટે સપનાથી ઓછું નથી હોતું. જો કે દરેકની જિંદગી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ની ‘બન્ની’ જેવી નથી હોતી. જેના માટે એક દેશમાંથી બીજા દેશમાં આશરો લેવો એ મજાકનો ખેલ છે. વાસ્તવિક જીવનમાં તેના માટે ઘણી સેવિંગ્સ અથવા જમીનની જોઈએ પરંતુ તમે જાણીને દંગ રહી જશો કે દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વસ્તી વધારવા માટે રહેવાસીઓ અને બિઝનેસ શરૂ કરવા માટે ઉદ્યોગસાહસિકોની જરૂરિયાત છે. એટલું જ નહીં આ બધા દેશો તમને અહીં રહેવા માટે તગડી રકમ આપવા પણ તૈયાર છે. ચોંકી ગયા ને? તમને વિશ્વાસ નહિ થાય પણ આ વાત સો ટકા સાચી છે. આવો તમને દુનિયાના તે દેશોની યાદી જણાવીએ.

૧. અલાસ્કા (યુએસએ): જો તમને બરફ, શિયાળો અને જીવનની આરામની ગતિ પસંદ છે અને તમે વિશ્વના એવા સ્થળે જવા માંગતા હોવ જ્યાં સ્વચ્છ અને તાજી હવા આવતી હોય, તો અમેરિકાનું અલાસ્કા રાજ્ય તમારી રાહ જોઈ રહ્યું છે. આ જગ્યાની ઘટતી જતી વસ્તીને કારણે, સરકાર અલાસ્કાના રહેવાસીઓને ત્યાંના કુદરતી સંસાધનોના ખનનમાંથી રોકાણની આવક ચૂકવે છે. અહીંની સરકાર તમને રહેવા માટે લગભગ ૧.૫ લાખ રૂપિયા આપશે. જો કે તમારે અલાસ્કામાં ઓછામાં ઓછું ૧ વર્ષ રહેવું પડશે

૨. વર્મોન્ટ (યુએસએ): વર્મોન્ટ અમેરિકાનું પર્વતીય રાજ્ય છે. તે ચેડર ચીઝ અને પ્રખ્યાત બેન એન્ડ જેરી આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા તેને પ્રવાસન માટે એક આદર્શ સ્થળ બનાવે છે પરંતુ કમનસીબે આ રાજ્યમાં માત્ર ૬,૨૦,૦૦૦ લોકો જ રહે છે. આ કારણોસર અહીંની સરકાર વર્મોન્ટમાં લોકોને ૨ વર્ષ સુધી રહેવા માટે 7.4 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. જો તમે અહીંથી બીજા દેશ માટે ઘરેથી કામ કરવા માંગતા હોવ તો પણ વર્મોન્ટ સરકારને તેની સામે કોઈ વાંધો નથી.

૩. પોંગા (સ્પેન): સ્પેનના આ નાના ગામમાં માત્ર ૧,૦૦૦ લોકો જ રહે છે. યુવા રહેવાસીઓ અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે, આ જગ્યાનું સ્થાનિક વહીવટીતંત્ર અહીં રહેવા માટે દરેક યુગલને ૩૦૦૦ યુરો (અંદાજે ૧.૫ લાખ રૂપિયા) ઓફર કરે છે. આ ગામમાં જન્મેલા બાળકને પણ સરકાર તરફથી લગભગ ૧.૫ લાખ રૂપિયા અપાય છે. આનો અર્થ એ છે કે તમે પોન્ગામાં શિફ્ટ થઈને પાંચ લાખ રૂપિયા બિલકુલ ફ્રીમાં કમાઈ શકો છો.

૪. અલ્બીનેન (સ્વિટ્ઝર્લેન્ડ): અલ્બીનેન સ્વિટ્ઝર્લેન્ડનું એક નાનું શહેર છે જે વિવિધ પ્રકારની ચીઝના ઉત્પાદન માટે લોકપ્રિય છે. જો તમારી ઉંમર ૪૫ વર્ષથી ઓછી છે, તો આ શહેર તમને અહીં સ્થાયી થવા માટે ૨૦ લાખ રૂપિયા આપશે. અહીં શિફ્ટ થતા કપલને ૪૦ લાખ અને તેમના બાળકને આઠ લાખ મળશે. પરંતુ આ માટે તમારે અહીં એકાદ બે વર્ષ જ નહીં, પરંતુ પૂરેપુરા દસ વર્ષ સુધી રહેવું પડશે.

૫. આયર્લેન્ડ (ડબલિન): આયર્લેન્ડ માત્ર Guinness પીવા માટે જ નહીં પરંતુ તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ ઉત્તમ છે. અહીં વિશ્વભરના ઉદ્યોગ સાહસિકોને આકર્ષવા માટે ‘એન્ટરપ્રાઇઝ આયર્લેન્ડ ઇન્સેન્ટિવ પ્રોગ્રામ’ કરવામાં આવ્યો હતો. જો તમને લાગતું હોય કે તમારું સ્ટાર્ટઅપ ઘણા પૈસા કમાઈ શકે છે અને તેમાં એવી ક્ષમતા છે, તો તમે આ પ્રોગ્રામ માટે અરજી કરી શકો છો. એકવાર અરજી મંજૂર થઈ જાય પછી, અહીંની સરકાર તમને લાખો રૂપિયા ફંડ તરીકે આપશે.

૬. ચિલી (સેન્ટિયાગો): વર્ષ ૨૦૧૦ માં ચિલીની રાજધાની સેન્ટિયાગોએ ‘સ્ટાર-અપ પ્રોગ્રામ’ લોન્ચ કર્યો હતો. આ કાર્યક્રમમાં ૩૭ લાખ રૂપિયાની સબસિડી સાથે ત્રણ વર્ષના કામ માટે રસપ્રદ આઈડિયા સાથે સ્ટાર્ટ- અપની ઓફર કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોગ્રામ એક વર્ષના વર્ક વિઝા, કામ કરવા માટેની જગ્યા અને સંપર્કોનું નેટવર્ક પણ પ્રદાન કરે છે.

૭. કેન્ડેલા (ઇટાલી): ઇટાલીની મધ્યમાં આવેલા નાના શહેર કેન્ડેલાની વસ્તી માત્ર ૨૭૦૦ છે. આ શહેર તેની વસ્તીને ૮૦૦૦ સુધી પહોંચાડવા માટે સખત મહેનત કરી રહ્યું છે. અહીં રહેવા માટે સિંગલ લોકો માટે રૂ. ૬૮,૦૦૦ કપલ્સને એક લાખ રૂપિયા, ત્રણ લોકોના પરિવાર માટે ૧.૫ લાખ રૂપિયા અને ૪-૫ લોકોના પરિવાર માટે ટેક્સ ક્રેડિટ સાથે ૧.૭ લાખ રૂપિયા મળશે.

૮. મોરેશિયસ: જો તમને ટેક્નોલોજી, બિઝનેસ મોડલ, ફાઇનાન્સ અને અન્ય ક્ષેત્રોની સારી જાણકારી હોય, તો તમે આ ટાપુ પર આરામથી તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. આ માટે મોરેશિયસ તમને ૩૪,૦૦૦ રૂપિયા આપશે. જો તમે સ્ટાર્ટઅપ બિઝનેસ માટે કોઈ રસપ્રદ આઈડિયા સરકાર સમક્ષ મૂકશો તો જ તમે તેમાં લાયક બની શકો છો.

૯. ન્યૂ હેવન સિટીઃ આ શહેર અહીંના લોકોને ઘર ખરીદવા માટે કોઈપણ વ્યાજ વગર ૭.૪ લાખ રૂપિયાની લોન આપી રહ્યું છે. આ સાથે જો તમે પાંચ વર્ષ સુધી અહીં રહો છો તો તમારી લોન સંપૂર્ણપણે માફ થઈ જશે. તેમજ અહીંની ન્યૂ હેવન પબ્લિક સ્કૂલમાંથી સ્નાતક થવા માટેની ટ્યુશન ફી પણ બિલકુલ ફ્રી જ છે.

૧૦. નાયગ્રા ધોધ: નાયગ્રા ધોધ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે. આ એક નાનું શહેર છે જે ન્યુયોર્કમાં આવેલું છે, જેની વસ્તી લગભગ ૫૦,૦૦૦ છે. અહીં ડાઉનટાઉન હાઉસિંગ ઇન્સેન્ટિવ પ્રોગ્રામ હેઠળ, યુવા વિદ્યાર્થીઓને શહેરમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવા માટે ૫.૬ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. ત્યારબાદ આ શહેર અરજદારને તેમની વાર્ષિક વિદ્યાર્થી લોન ચુકવણી માટે દર વર્ષે અઢી લાખ રૂપિયા સુધી અને કરારના બે વર્ષના સમયગાળા દરમિયાન પાંચ લાખ રૂપિયા સુધીની ભરપાઈ કરે છે. તો શું વિચાર્યું? શિફ્ટ થઇ જવું છે?