જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળાના અંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે અને આ ગોચરની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. તમને જણાવી દઈએ કે જ્ઞાન અને વૃદ્ધિના કારક ગુરુ ૧૨ એપ્રિલે મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. જે તેમની પોતાની જ સ્વરાશિ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહનો સબંધ જ્ઞાન, વૃદ્ધિ, શિક્ષકો, બાળકો, શિક્ષણ, સંપત્તિ, દાન અને પુણ્ય સાથે સંબંધિત છે. તેથી ગુરુનું ગોચર તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ ત્રણ તેવી રાશિ છે, જેમના માટે આ રાશિ પરિવર્તન વિશેષ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આ ત્રણ રાશિ કઈ કઈ છે.
વૃષભ: તમારી ગોચર કુંડળી અનુસાર ગુરુ ગ્રહ અગિયારમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે. જેને જ્યોતિષમાં આવક અને લાભનો ભાવ કહેવામાં આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવક સારી રીતે વધી શકે છે. વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે. તેની સાથે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. તેમજ મોટી ડીલ પણ ફાઈનલ થઈ શકે છે. જેનો તમને ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે, જેના કારણે તમારા બોસ તમારાથી ખુશ રહેશે અને તમારી પ્રશંસા થઈ શકે છે.
બીજી તરફ જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે સમય સારો છે. તે શરૂ કરી શકે છે. ઉપરાંત ગુરુ તમારા આઠમાં ઘરના સ્વામી છે. તેથી જે લોકો આ સમયે સંશોધન સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય શાનદાર રહેવાનો છે. તેમજ કોઈ પણ જૂના રોગથી છુટકારો મેળવી શકો છો. જો કે અહીં જોવાની વાત એ છે કે તમારી કુંડળીમાં તમારી રાશિના સ્વામી શુક્ર અને ગુરુ વચ્ચેનું ઘર કેવું છે.
મિથુનઃ ગુરુ ગ્રહનું ગોચર તમારા માટે લાભદાયી રહેશે કારણ કે ગુરુ ગ્રહ તમારા દસમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે. જેને જ્યોતિષમાં નોકરી, ધંધો અને કાર્યસ્થળનું સ્થાન માનવામાં આવે છે. તેથી આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. ઉપરાંત આ સમયે તમારા પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની શક્યતાઓ છે. જો કે નોકરી બદલતી વખતે તમારે ધીરજ રાખવી પડશે. બીજી બાજુ જો તમે વેપારી છો, તો તમે વ્યવસાયમાં સારો નફો કરી શકો છો.
આ સાથે નવા વ્યવસાયિક સંબંધો બની શકે છે અને વેપારનો વિસ્તાર થઈ શકે છે. તો જે લોકો માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય ફાયદાકારક છે. બીજી તરફ મિથુન રાશિના સ્વામી બુધ છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ અને ગુરુ ગ્રહ વચ્ચે મિત્રતાનો ભાવ છે. તેથી આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમે નીલમણિ પહેરી શકો છો, જેનાથી તમને સારો ધન લાભ થશે.
કર્કઃ ગુરુ તમારી રાશિથી નવમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે. જે ભાગ્ય અને વિદેશ યાત્રાનું સ્થાન કહેવાય છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમજ જે કામ લાંબા સમયથી અટકેલું હતું તે કામ થઇ જશે. આ ઉપરાંત તમે વ્યવસાયના સંબંધમાં પણ મુસાફરી કરી શકો છો, જે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ,
બીજી તરફ જે લોકોનો બિઝનેસ ફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ સાથે જોડાયેલો છે, તે લોકોને આ સમયે ખાસ પૈસા મળી શકે છે. બીજી તરફ ગુરુ ગ્રહ તમારા છઠ્ઠા ઘરના સ્વામી છે, જેને રોગ અને શત્રુનો ભાવ કહેવામાં આવે છે. તેથી આ સમયે તમને શત્રુઓ પર વિજય મળશે અને ગુપ્ત શત્રુઓનો નાશ થશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તે લોકો માટે આ સમય સારો રહેવાનો છે. તેઓ કોઈપણ પરીક્ષા પાસ કરી શકે છે.